રાજમા ઢોકળા - Rajma Dhokla

Rajma Dhokla recipe In Gujarati

This recipe has been viewed 1294 times

Rajma Dhokla - Read in English 


એક અતિ મનગમતી વાનગી જેમાં પૌષ્ટિક સામગ્રીનો ઉપયોગ ઉપરાંત તેની પૌષ્ટિક્તા જળવાઇ રહે એ રીતે તેની બનાવવાની પધ્ધતિથી તૈયાર થતા આ ઢોકળા એટલા જ સ્વાદિષ્ટ પણ બને છે. ખરેખર કહીએ તો આ લોભામણા અને આકર્ષક રાજમા ઢોકળા સ્વાદમાં બેનમૂન છે. અતિ સરળ રીતે તૈયાર થતા ઢોકળા માટે રાજમાને પલાળીને બીજી વસ્તુઓ સાથે જ્યારે એક વખત ખીંરૂ તૈયાર કરી લો, તે પછી તેને ફક્ત બાફીને વઘાર કરવાનું જ રહે છે. આ વાનગીમાં આથો આવવાની જરૂર જ નથી. તમારે તો આગલી રાત્રે રાજમા પલાળી રાખવાના છે, અને બીજા દીવસે સવારનાં નાસ્તા માટે આ સ્વાદિષ્ટ ઢોકળા તૈયાર જ સમજો. બાળકોને તથા તમને પણ આ સ્વાદિષ્ટ નાસ્તો જરૂરથી ગમી જાય એવો છે. રાજમા ઢોકળા સાથે લીલી ચટણી પીરસી જ શકો, પણ તે ઉપરાંત તમે અન્ય પ્રકારની ચટણી જેવી કે ટમેટા-નાળિયેરની ચટણી, આદૂની ચટણી, કોથમીર-કાંદાની ચટણી વગેરે સાથે પણ તેને પીરસી શકો છો.

રાજમા ઢોકળા - Rajma Dhokla recipe in Gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   પલાળવાનો સમય:  ૮ કલાક   બનાવવાનો સમય: ૧૨ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧૪ટુકડા માટે

ઘટકો

રાજમા ઢોકળા માટે
૧/૨ કપ રાજમા
૧ ટીસ્પૂન આદૂની પેસ્ટ
૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧ ટીસ્પૂન સાકર
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન ખાવાની સોડા
૧/૨ ટીસ્પૂન તેલ , ચોપડવા માટે

રાજમા ઢોકળાના વઘાર માટે
૧ ટીસ્પૂન તેલ
૧/૪ ટીસ્પૂન હીંગ
૧/૪ ટીસ્પૂન રાઇ
૫ થી ૬ કડીપત્તાં

રાજમા ઢોકળા સાથે પીરસવા માટે
લીલી ચટણી
કાર્યવાહી
રાજમા ઢોકળા બનાવવાની રીત

  રાજમા ઢોકળા બનાવવાની રીત
 1. રાજમા ઢોકળા બનાવવા માટે, સૌ પ્રથમ રાજમાને સાફ કરીને ધોઇને પાણીમાં રાત્રભર પલાળી રાખો.
 2. બીજે દીવસે રાજમાને નીતારીને થોડા પાણી (લગભગ ૧/૨ કપ) સાથે મિક્સરમાં પીસીને સુંવાળું ખીંરૂ તૈયાર કરી લો.
 3. તેમાં આદૂની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, સાકર અને મીઠું મેળવીને સારી રીતે મિક્સ કરીને બાજુ પર રાખો.
 4. બાફવવા પહેલા, ખીરામાં ખાવાનો સોડા નાંખીને તેની પર ૨ ટીસ્પૂન પાણી છાંટી દો.
 5. જ્યારે પરપોટો થવા માંડે, ત્યારે તેને હળવેથી મિક્સ કરી લો.
 6. આ ખીરાને તરત જ એક ઘી ચોપડેલી ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસની થાળીમાં રેડીને થાળીને હલાવીને ખીરાને સરખી રીતે પાથરી લો.
 7. આ થાળીને સ્ટીમરમાં મધ્યમ તાપ પર ૧૦ થી ૧૨ મિનિટ અથવા ઢોકળા બફાઇ જાય ત્યાં સુધી રાંધી લો.
 8. ઢોકળાને સહેજ ઠંડા પાડીને તેના ચોરસ ટુકડા પાડી લો.
 9. તે પછી એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં હીંગ અને રાઇ નાંખી દો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડીપત્તાં નાંખીને થોડી સેકંડ સાંતળી લો.
 10. આ વઘારને ઢોકળાના ટુકડા ઉપર સારી રીતે રેડી લો.
 11. આ રાજમા ઢોકળાને લીલી ચટણી સાથે તરત જ પીરસો.

Reviews