ચોખા અને કાકડીના પૅનકેક - Rice and Cucumber Pancakes

Rice and Cucumber Pancakes recipe In Gujarati

This recipe has been viewed 1660 times

Rice and Cucumber Pancakes - Read in English 


આ તરત જ તૈયાર કરી શકાય એવા પૅનકેકમાં આગળથી કોઇ તૈયારી કરવાની જરૂરત જ નથી. બસ, બધી વસ્તુઓને સહજ મિક્સ કરી લો કે તમારો ઝટપટ નાસ્તો તૈયાર અથવા તેને વાળીને તમારા બાળકોના ટીફીન બોક્સમાં ભરી લો. અહીં ચણાનો લોટ અને બટાટા પૅનકેકને ઘટ્ટ બનાવી તેને જોઇતું બંધારણ આપે છે.

Rice and Cucumber Pancakes recipe - How to make Rice and Cucumber Pancakes in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧૫પૅનકેક માટે
મને બતાવો પૅનકેક

ઘટકો
૧/૨ કપ ચોખાનો લોટ
૧/૪ કપ ખમણેલી કાકડી
૧/૪ કપ છોલીને ખમણેલા બટાટા
૨ ટેબલસ્પૂન ચણાનો લોટ
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
તેલ , ચોપડવા માટે અને રાંધવા માટે
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે ૧ ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. હવે એક નૉન-સ્ટીક તવા પર થોડું તેલ ચોપડીને તેની પર એક ચમચા જેટલું ખીરૂ રેડીને, તેને ગોળકારમાં ફેરવી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસનો જાડો ગોળકાર પૅનકેક બનાવો.
  3. થોડા તેલની મદદથી પૅનકેક કરકરો અને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
  4. આ જ રીતે બાકી રહેલા ખીરા વડે વધુ ૩ પૅનકેક તૈયાર કરો.
  5. તરત જ પીરસો.

Reviews