દક્ષિણ ભારતના પ્રખ્યાત નાસ્તાની વાનગી ઇડલી જે પારંપારિક રીતે ચોખા અને અડદની દાળમાંથી બને છે તેને અલગ રીતે બનાવવામાં આવી છે આ ચોખા અને મગની દાળની ઈડલી. સપ્રમાણ માત્રામાં લીધેલ ચોખા અને મગની દાળ ને લીધે આ ઇડલી સુંદર, સ્વાદિષ્ટ અને મોહક બને છે જે તમારા કુટુંબના દરેક સભ્યને જરૂરથી ભાવશે. આ પૌષ્ટિક અને પ્રોટીનથી ભરપૂર ઇડલીમાં વપરાયેલાં શાકોને કારણે ઘણા વિટામિન મળે છે.
ચોખા અને મગની દાળની ઈડલી - Rice and Moong Dal Idli recipe in Gujarati
તૈયારીનો સમય:    પલાળવાનો સમય: ૫ થી ૬ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય :    
૧૬ઇડલી માટે
Method- એક ઊંડા બાઉલમાં ચોખા, મગની દાળ અને મેથીના દાણા મેળવી, જરૂરી પાણી ઉમેરી ૫ થી ૬ કલાક માટે પલાળી રાખો.
- હવે તેને નીતારી, થોડું પાણી ઉમેરીને મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ બનાવો.
- હવે પેસ્ટને એક બાઉલમાં કાઢી તેમાં ગાજર, લીલા કાંદા અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- હવે ખીરાને બાફતા પહેલા તેમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરો અને તેની પર ૨ ટીસ્પૂન પાણી રેડો.
- હવે પેસ્ટમાં પરપોટા થવા માંડે ત્યારે ધીરથી હલાવી લો.
- હવે થોડું-થોડું ખીરૂ ઇડલીના દરેક સાંચામાં રેડી સ્ટીમરમાં ૧૦ મિનિટ માટે અથવા ઇડલી રધાંઇ ત્યાં સુધી બાફી લો.
- થોડું ઠંડું થવા દઇ, ઇડલીને સાંચામાંથી બહાર કાઢી પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો.
હાથવગી સલાહ:- ઇડલીમાં ટૂથપિક અથવા ચાકુ અંદર નાંખી બહાર કાઢો અને જો તે ચોખ્ખી બહાર આવે તો સમજો ઇડલી બરોબર રધાંઇ છે
Nutrient values એક ઇડલી માટે
ઊર્જા
૩૬ કૅલરી
પ્રોટીન
૧.૬ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૭.૨ ગ્રામ
ચરબી
૦.૧ ગ્રામ
ફાઇબર
૦.૮ ગ્રામ
વિટામિન એ
૬૦.૩ માઇક્રોગ્રામ
ફોલીક ઍસિડ
૭.૭ માઇક્રોગ્રામ