રશિયન સલાડની રેસીપી - Russian Salad

Russian Salad recipe In Gujarati

This recipe has been viewed 281 times

Russian Salad - Read in English 


આ રશિયન સલાડ સામાન્ય તૈયાર થતા સલાડથી સાવ જ અલગ છે કારણ કે તેમાં કાચા શાકના બદલે અર્ધ-બાફેલા શાકનો ઉપયોગ કરવામાં આવે છે.

જ્યારે તમે શાકને બાફવા માટે મૂક્યા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તમે તેને વધુ બાફી ન નાંખો, કારણ કે શાકનો રંગ અને તેનો કરકરાપણું જળવાઇ રહે તેનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે.

શાકનું બરોબર બફાઇ જવાનું જેટલું મહત્વનું છે તેટલું જ મહત્વ તેનો તાજા ક્રીમ સાથે મેયોનેઝ મેળવવાનું છે. આ સલાડનો કરકરો અને સુગંધદાર સ્વાદ માણવા ઠંડો જ પીરસવો. બ્રાઉન બ્રેડની સ્લાઇસ પર સલાડ મૂકીને તમને ગમતા સૂપ સાથે તેનો આનંદ જરૂરથી માણજો.

Russian Salad recipe - How to make Russian Salad in gujarati

તૈયારીનો સમય: ૨૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

રશિયન સલાડની રેસીપી બનાવવા માટે
૨ કપ સમારીને અર્ધ-બાફેલા શાક (ફણસી , ગાજર , લીલા વટાણા અને બટાટા)
૧ કપ મેયોનેઝ
૨ ટેબલસ્પૂન તાજું ક્રીમ
મીઠું, સ્વાદાનુસાર
મરી , તાજો પાવડર કરેલા , સ્વાદાનુસાર
કાર્યવાહી
રશિયન સલાડની રેસીપી બનાવવા માટે

    રશિયન સલાડની રેસીપી બનાવવા માટે
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
  2. આ મિશ્રણને ઠંડું થવા રેફ્રીજરેટરમાં લગભગ ૧ કલાક રાખી મૂક્યા બાદ પીરસો.

Reviews