You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી ઉપવાસના વ્યંજન > સાબુદાણા વડા, ફરાળી વાનગી સાબુદાણા વડા, ફરાળી વાનગી - Sabudana Vada ( Faraal Recipe) તરલા દલાલ Post A comment 13 Jul 2017 This recipe has been viewed 3080 times Sabudana Vada ( Faraal Recipe) - Read in English Sabudana Vada Video આ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે. સાબુદાણાની ખીચડી પણ અત્યંત સ્વાદિષ્ટ વાનગી છે જે તમને ઉપવાસ જરૂર અજમાવા જેવી છે. સાબુદાણા વડા, ફરાળી વાનગી - Sabudana Vada ( Faraal Recipe) in Gujarati Tags ગુજરાતી ઉપવાસના વ્યંજનમહારાષ્ટ્રીયન ઉપવાસના વ્યંજનતળીને બનતી રેસિપિસંકષ્ટી ચતુર્થીમાં બનતી રેસિપિમહાશીવરાત્રી રેસિપિસ કઢાઇ વેજ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   પલાળવાનો સમય: ૪ કલાક   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૨૭૦4 કલાક 30 મિનિટ    ૮ વડા માટે મને બતાવો વડા ઘટકો ૧/૨ કપ સાબુદાણા૧ કપ બાફી , છોલીને મસળી લીધેલા બટાટા૧/૩ કપ શેકેલી મગફળી , હલકો ભુક્કો કરેલી૧/૨ ટીસ્પૂન જીરૂ૧ ટીસ્પૂન ખમણેલું આદૂ૧ ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ , મરજિયાત સાકર , મરજિયાત મીઠું , સ્વાદાનુસાર તેલ , તળવા માટેપીરસવા માટે લીલી ચટણી તાજા દહીંમાં ૩ ટેબલસ્પૂન પીસેલી સાકર મેળવેલી કાર્યવાહી Methodસાબુદાણા સાફ કરી, ધોઇને આશરે ૧/૩ કપ પાણીમાં લગભગ ૪ થી ૫ કલાક અથવા બધુ પાણી સાબુદાણામાં શોષાઇને સાબુદાણા ફુલી જાય ત્યાં સુધી પલાળી રાખો.તે પછી તેમાં બાકી રહેલી વસ્તુઓ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળ ચપટો આકાર આપી વડા બનાવી બાજુ પર રાખો.એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં મધ્યમ તાપ પર વડા બન્ને બાજુએથી હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને સૂકા થવા ટીશ્યુ પેપર પર કાઢી લો.લીલી ચટણી અને મીઠા દહીં સાથે ગરમ-ગરમ પીરસો.