દક્ષિણ ભારતીય વાનગીમાં સાંભર એક એવી વાનગી છે જેની કોઇને પણ પરિચય આપવાની જરૂર પડતી નથી, કારણકે આ વાનગીની પ્રતિભા જ એવી છે કે તે દક્ષિણ ભારતીય વાનગીઓમાં ઉત્તમ રહી છે.
દરેક કુટુંબ તેને પોતાની રીતે યોગ્ય પ્રમાણમાં સામગ્રી લઇને તૈયાર કરે છે. તમે પણ અહીં જણાવેલી સામગ્રીના પ્રમાણમાં ઓછો વત્તો ફેરફાર કરી તમારી જરૂરીયાત પ્રમાણે તૈયાર કરી શકો છો. તેમાં વપરાતા વિવિધ શાક જેને દક્ષિણ ભારતના લોકો “થાન” કહે છે જેમાં સરગવાની શીંગ, બટાટા, અળુ, મૂળો, ગાજર, સિમલા મરચાં, કોળું, રીંગણા, ભીંડા વગેરેનો સમાવેશ થાય છે.
આ સાંભર ઈડલી , ઢોંસા , ભાત વગેરે સાથે પીરસી શકાય છે.