સાંભર મસાલો - Sambhar Masala, Sambhar Masala Powder

Sambhar Masala, Sambhar Masala Powder recipe In Gujarati

This recipe has been viewed 1465 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOODઆ મધુર સુગંધ અને વિશિષ્ટ સ્વાદવાળો સાંભર મસાલો બહુ જ ટુંક સમયમાં તૈયાર કરી શકાય છે. અહીં જણાવેલી રીતમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો, જેથી તમે તેને વધુ માત્રામાં બનાવીને લાંબા સમય સુધી તેનો સંગ્રહ કરી શકશો, અને જ્યારે જરૂર જણાય ત્યારે ઝડપથી સાંભર તૈયાર કરી શકશો. જો તમે આ મસાલો તાજો બનાવીને એ જ દીવસે તેનો ઉપયોગ કરવાના હો, તો મસાલાની વિવિધ વસ્તુઓ સાથે ૨ ટેબલસ્પૂન તાજા ખમણેલા નાળિયેરનો ઉપયોગ કરીને મસાલા પાવડર તૈયાર કરી શકો છો.

Sambhar Masala, Sambhar Masala Powder recipe - How to make Sambhar Masala, Sambhar Masala Powder in gujarati

તૈયારીનો સમય: ૨ મિનિટ   બનાવવાનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૦.૫૦કપ માટે
મને બતાવો કપ

ઘટકો
૧ ટીસ્પૂન તેલ
૧ ટેબલસ્પૂન ચણાની દાળ
૧ ટેબલસ્પૂન તુવરની દાળ
૧ ટેબલસ્પૂન અડદની દાળ
૧ ટીસ્પૂન મેથીના દાણા
૧ ટેબલસ્પૂન આખા ધાણા
આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં
૧ ટીસ્પૂન હળદર
૧/૪ ટીસ્પૂન હીંગ
૧૫ to ૨૦ કડી પત્તા
કાર્યવાહી
    Method
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી બધી વસ્તુઓ મેળવી, ધીમા તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી અથવા બધી દાળ થોડી હલકા બ્રાઉન રંગની બને ત્યાં સુધી શેકી લો. ઠંડું થવા બાજુ પર રાખો.
  2. જ્યારે તે સંપૂર્ણ ઠંડું થાય ત્યારે તેને મિક્સરમાં ફેરવી ઝીણો પાવડર તૈયાર કરો.
  3. તેને હવાબંધ પાત્રમાં મૂકી રેફ્રીજરેટરમાં રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો.

Reviews