શેઝવાન ચોપસી ઢોસા ની રેસીપી - Schezuan Chopsuey Dosa, Mumbai Roadside Schezwan Dosa Recipe

Schezuan Chopsuey Dosa, Mumbai Roadside Schezwan Dosa Recipe In Gujarati

This recipe has been viewed 1047 timesમુંબઇની પંચરંગી પ્રજાની પંચરંગી સંસ્કૃતિ માટે આ શેઝવાન ચોપસી ઢોસા એક અનોખી વાનગી છે.

સામાન્ય રીતે મસાલા ઢોસામાં બટાટાનું પૂરણ હોય છે, જ્યારે અહીં જીભને સ્વાદિષ્ટ લાગે એવું શેઝવાન ચોપસીનું પૂરણ અને સ્વાદનું સંયોજન મજેદાર વાનગી બનાવે છે. સાથે નૂડલ્સ અને રંગીન શાકનું પૂરણ ઢોસાને ભપકાદાર પણ બનાવે છે.

બીજી વિવિધ દક્ષિણ ભારતીય ઢોસા ની વાનગી પણ અજમાવો, તે છે રવા ઢોસા અને અડઇ.

Schezuan Chopsuey Dosa, Mumbai Roadside Schezwan Dosa Recipe recipe - How to make Schezuan Chopsuey Dosa, Mumbai Roadside Schezwan Dosa Recipe in gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ ઢોસા માટે
મને બતાવો ઢોસા

ઘટકો

શેઝવાન ચોપસી માટે
૧/૪ કપ શેઝવાન સૉસ
૧ કપ બાફેલા નૂડલ્સ
૨ ટેબલસ્પૂન માખણ
૧ કપ સમારેલા કાંદા
૧ કપ પાતળી લાંબી કાપેલી કોબી
૩/૪ કપ પાતળા લાંબા કાપેલા ગાજર
૩/૪ કપ પાતળા લાંબા કાપેલા સિમલા મરચાં
૨ ટેબલસ્પૂન ટમૅટો કેચપ
૧ ટેબલસ્પૂન ચીલી સૉસ
મીઠું, સ્વાદાનુસાર
૧/૪ કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો લીલો ભાગ

અન્ય જરૂરી વસ્તુઓ
૨ કપ તૈયાર મળતું ઢોસાનું ખીરૂં
પીગળાવેલું માખણ , રાંધવા માટે

પીરસવા માટે
નાળિયેરની ચટણી
કાર્યવાહી
શેઝવાન ચોપસી માટે

  શેઝવાન ચોપસી માટે
 1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, તેમાં કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
 2. તે પછી તેમાં કોબી, ગાજર અને સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
 3. તે પછી તેમાં ટમૅટા કેચપ, ચીલી સૉસ, શેઝવાન સૉસ અને મીઠું ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 4. છેલ્લે તેમાં નૂડલ્સ અને લીલા કાંદાનો લીલો ભાગ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 5. આ મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

  આગળની રીત
 1. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, તેની પર થોડું પાણી છાંટી (તેનો તરત જ છમ અવાજ આવશે) કપડા વડે સાફ કરી લો.
 2. હવે તેની પર ૧ કડછીભર ઢોસાનું ખીરૂં પાથરી ગોળ ફેરવી ૨૦૦ મી. મી. (૮”)ના વ્યાસનો ગોળાકાર બનાવી લો.
 3. તેની પર થોડું માખણ પાથરી મધ્યમ તાપ પર ઢોસો કરકરો અને ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી રાંધી લો.
 4. હવે તેની મધ્યમાં શેઝવાન ચોપસીના પૂરણનો એક ભાગ મૂકી ઢોસાને બન્ને બાજુએથી વાળી લો.
 5. રીત ક્રમાંક ૧ થી ૪ મુજબ બીજા ૩ ઢોસા તૈયાર કરો.
 6. નાળિયેરની ચટણી અને સાંભર સાથે તરત જ પીરસો.

Reviews