શાહી ગોબી | Shahi Gobhi

મુઘલ પ્રજાને બધુજ શાહી ગમતું, અને આ વાનગી તેની સાબિતી છે. અહીં અર્ધ-ઉકાળેલી ફૂલકોબીને હલકા મસાલા વડે ટમેટાની ગ્રેવીમાં રાંધીને ઉપરથી તાજું ક્રીમ મેળવી આ શાહી ગોબીને એવી મજેદાર બનાવવામાં આવી છે કે જ્યારે તમે આ વાનગી પીરસશો ત્યારે તે બધાને જરૂરથી ગમશે. આ વાનગી કોઇ પણ રોટી , પરોઠા અથવા પૂરી સાથે પીરસી શકો.

Shahi Gobhi recipe In Gujarati

This recipe has been viewed 3268 times

शाही गोभी - हिन्दी में पढ़ें - Shahi Gobhi In Hindi 
Shahi Gobhi - Read in English 


શાહી ગોબી - Shahi Gobhi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ કપ ફૂલકોબીના ફૂલ
મીઠું , સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન ઘી
૧/૨ કપ પાતળી સ્લાઇસ કરેલા કાંદા
એલચી
લવિંગ
૧/૨ ટીસ્પૂન સાકર
૧/૨ કપ તાજું ટમેટાનું પલ્પ
૩/૪ કપ જેરી લીધેલું દહીં
૩/૪ કપ બાફેલા લીલા વટાણા
૧ ટેબલસ્પૂન તાજું ક્રીમ

પીસીને સુંવળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડું પાણી મેળવીને)
૧/૨ કપ મોટા સમારેલા કાંદા
એલચી
લવિંગ
૨ ટીસ્પૂન આખા ધાણા
૧/૨ ટીસ્પૂન જીરૂ
લસણની કળી
૨૫ મિલીમીટર (૧”) નો આદુનો ટુકડો
૨૫ મિલીમીટર (૧”) નો તજનો ટુકડો
૧/૨ ટીસ્પૂન હળદર
૧ ટેબલસ્પૂન સમારેલા કાજૂ
૧ ટીસ્પૂન મરચાં પાવડર

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
કાર્યવાહી
    Method
  1. એક વાસણને પાણીથી ભરી તેમાં મીઠું અને ફૂલકોબી નાંખી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી અથવા ફૂલકોબી અડધી બફાઇ જાય ત્યાં સુધી બાફી લીધા પછી તેને નીતારીને બાજુ પર રાખો.
  2. એક કઢાઇમાં ઘી ગરમ કરી, તેમાં કાંદા મેળવી ઉંચા તાપ પર ૩ થી ૪ મિનિટ માટે કાંદા પારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
  3. પછી તેમાં એલચી, લવિંગ અને સાકર મેળવી મધ્યમ તાપ પર વધુ એક મિનિટ સુધી સાંતળી લો.
  4. પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં ટમેટાનું પલ્પ, દહીં અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. પછી તેમાં ફૂલકોબી અને લીલા વટાણા મેળવી, સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. છેલ્લે તેમાં તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  8. કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews