You are here: Home > વિવિધ વ્યંજન > અમેરીકન વ્યંજન > અમેરીકન આઈસ્ક્રીમ અને ડૅઝર્ટસ્ > સિઝલીંગ બ્રાઉની ની રેસીપી સિઝલીંગ બ્રાઉની ની રેસીપી - Sizzling Brownies તરલા દલાલ Post A comment 24 Dec 2018 This recipe has been viewed 1416 times Sizzling Brownies - Read in English આ એક અલગ જ પ્રકારનું ડેઝર્ટ છે. અહીં અખરોટવાળી બ્રાઉનીને રમથી મેરિનેટ કરેલા ફળો તથા તાજા ક્રીમવાળા ચોકલેટ સૉસ સાથે પીરસવામાં આવ્યું છે. આ બ્રાઉનીની મજા તો વેનીલા આઇસક્રીમના એક સ્કુપ સાથે તો ઓર જ મજેદાર રહે છે. તો પછી કોની રાહ જુઓ છો, તૈયાર થઇ જાવ બનાવવા માટે. સિઝલીંગ બ્રાઉની ની રેસીપી - Sizzling Brownies recipe in Gujarati Tags અમેરીકન આઈસ્ક્રીમ અને ડૅઝર્ટસ્ચોકલેટ ડૅઝર્ટસ્કેકસિઝલર પાર્ટીઅવનબાર્બેક્યૂ તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૬૦ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૭૫1 घंटे 15 मिनट    ૨માત્રા માટે ઘટકો બ્રાઉની માટે૧ કપ મેંદો૧/૪ કપ કોકો પાવડર૩/૪ કપ પીસેલી સાકર૧/૨ ટીસ્પૂન ખાવાની સોડા૧/૨ ટીસ્પૂન બેકીંગ પાવડર૬ ટેબલસ્પૂન દહીં૫ ટેબલસ્પૂન દૂધ૫ ટેબલસ્પૂન પીગળાવેલું માખણ૧/૨ કપ સમારેલા અખરોટ૧/૨ ટીસ્પૂન વેનિલાનું એસેન્સ્મિક્સ કરીને મેરિનેટ ફળો તૈયાર કરવા માટે૧ ૧/૨ કપ મિક્સ ફળો (સ્ટ્રોબરી , દ્રાક્ષ , ચેરી વગેરે)૧ ટેબલસ્પૂન રમ૧ ટીસ્પૂન કેસ્ટર સુગર૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ (ફરજીયાત નથી)૧/૨ ટીસ્પૂન લીંબુની છાલમારબલ ચોકલેટ સૉસ માટે૧ ૧/૨ કપ ખમણેલી ડાર્ક ચોકલેટ૧/૨ કપ તાજું ક્રીમબીજી જરૂરી વસ્તુઓ૨ સ્કુપ વેનિલા આઇસક્રીમ કાર્યવાહી બ્રાઉની માટેબ્રાઉની માટેઑવનને ૧૮૦˚ સે (૩૬૦˚ ફે) તાપમાન પર ગરમ કરી લો.એક મિક્સિંગ બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી લાકડાના ચમચા વડે મિક્સ કરી ખાત્રી કરી લો કે તેમાં ગઠોડા ન રહે.હવે આ મિશ્રણને ગ્રીઝ કરેલી ૨૦૦ મી. મી. X ૨૦૦ મી. મી. (૮” x ૮”)ની બેકીંગ ટ્રેમાં રેડી લો.આ ટ્રેને ઑવનમાં મૂકી ૨૦ થી ૨૫ મિનિટ સુધી બેક કરી લો.તે પછી ટ્રે બહાર કાઢી ૫૦ મી. મી. X ૫૦ મી. મી. (૨” x ૨”)ના ટુકડા પાડી બાજુ પર રાખો.મારબલ ચોકલેટ સૉસ માટેમારબલ ચોકલેટ સૉસ માટે૧/૨ કપ ક્રીમમાંથી ૨ ટેબલસ્પૂન ક્રીમ કાઢીને બાજુ પર રાખી બાકીનું ક્રીમ એક પૅનમાં રેડીને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીને તાપ પરથી ઉતારી લો.૨. તે પછી તેમાં ચોકલેટ મેળવી સૉસ જેવું મિશ્રણ બને ત્યાં સુધી મિક્સ કરીને બાજુ પર રાખો.સિઝલીંગ બ્રાઉની ની રેસીપી બનાવવા માટે આગળની રીતસિઝલીંગ બ્રાઉની ની રેસીપી બનાવવા માટે આગળની રીત૨ સીઝલરની પ્લેટને ગરમ કરી (બીજા સીઝલરની જેમ લાલચોળ ગરમ ન કરવી) તેને તેની લાકડાની ટ્રે પર મૂકો.હવે થોડું ચોકલેટ સૉસ ૧ સીઝલર પ્લેટ પર રેડી તેની ઉપર તાજું ક્રીમ રેડી લો.ટુથપીક વડે ક્રીમ અને ચોકલેટ સૉસમાં માર્બલ જેવી આકૃતિ તૈયાર કરી લો.પછી તેની પર બ્રાઉનીના અડધા ટુકડા મૂકી તેની ઉપર મેરિનેટ કરેલા અડધા ફળો મૂકી દો (જો બ્રાઉની ઠંડી પડી ગઇ હોય તો તેને ફરી ગરમ કરી લેવી)૧ વેનિલા આઇસક્રીમના સ્કુપ અને ચોકલેટ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.આ જ પ્રમાણે બાકી રહેલી સામગ્રી વડે વધુ સીઝલર તૈયાર કરો.તરત જ પીરસો.હાથવગી સલાહ:હાથવગી સલાહ:જો તમને રમ પસંદ હોય, તો બ્રાઉનીને સીઝલર પ્લેટ પર મૂક્તા પહેલા રમમાં બોળી પછી તેનો ઉપયોગ કરો.