સીઝલીંગ મશરૂમ - Sizzling Mushrooms

Sizzling Mushrooms recipe In Gujarati

This recipe has been viewed 1843 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Sizzling Mushrooms - Read in English 


મશરૂમના ચાહકોની મનપસંદ વાનગી. બ્રેડની સ્લાઇસ ઉપર કાંદા અને ટમેટા સાથે સ્ટર-ફ્રાય કરેલા રસદાર મશરૂમ અને ઉપર છાંટેલા મરચાંના ફ્લેક્સ્. . . શું જોઇએ વધારે. આ નાસ્તાને, ઑરેગાનો, એક ઈટાલીયન ટચ આપે છે, જેને નૉન-સ્ટીક તવા પર સાંતળવામાં આવ્યા છે જેથી ઓછું તેલ વપરાય. વધુમાં, સીઝલીંગ મશરૂમ, બ્રાઉન બ્રેડ સાથે પીરસવામાં આવ્યાં છે, જેથી વાનગીમાં રહેલા ફાઇબર અને બીજા પૌષ્ટિક તત્વો વધે છે.

Sizzling Mushrooms recipe - How to make Sizzling Mushrooms in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૭ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૮નંગ માટે
મને બતાવો નંગ

ઘટકો
૧ કપ જાડા સ્લાઇસ કરેલા મશરૂમ
૧ ટેબલસ્પૂન તેલ
૧/૪ કપ પાતળા સ્લાઇસ કરેલા કાંદા
૧/૨ કપ પાતળા સ્લાઇસ કરેલા ટમેટા
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ ટીસ્પૂન સૂકો ઑરેગાનો
૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્
૧/૨ ટીસ્પૂન કોર્નફલોર

પીરસવા માટે
ટોસ્ટેડ ઘઉંના બ્રેડ , ત્રિકોણાકારમાં કાપેલા
કાર્યવાહી
    Method
  1. એક સીઝલર પ્લેટ અથવા નૉન-સ્ટીક તવાને ખુબજ ગરમ કરો.
  2. તેના પર તેલ ગરમ કરી, કાંદા ઉમેરી, મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
  3. હવે તેમાં ટમેટા ઉમેરી, વધુ ૧ મિનિટ સુધી, મધ્યમ તાપ પર સાંતળી લો.
  4. હવે તેમાં મશરૂમ, મીઠું, ઑરેગાનો, મરચાંના ફ્લેક્સ્ અને કોર્નફલોર ઉમેરી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
  5. પ્લેટને એક લાકડાની ટ્રે પર મૂકી ટોસ્ટેડ ઘઉંના બ્રેડ સાથે તરત જ પીરસો.

Reviews