સોયાના ખમણ ઢોકળા - Soya Khaman Dhokla

Soya Khaman Dhokla recipe In Gujarati

This recipe has been viewed 4357 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Soya Khaman Dhokla - Read in English 


સામાન્ય રીતે ચણાના લોટના ખીરામાંથી બનતાં ખમણ ઢોકળામાં સોયાનો લોટ મેળવીને વધુ આરોગ્યદાયક સોયાના ખમણ ઢોકળા બને છે અને તેને કારણે આ દેશી નાસ્તામાં રહેલું લોહતત્વનું પ્રમાણ વધે છે. યાદ રાખજો કે સ્વાદિષ્ટ અને નરમ ઢોકળા બનાવવાની સફળ પ્રક્રિયા તેના ખીરાની સપ્રમાણ જાડાઇ અને ચોકસાઇથી કરેલા વઘારની રીત પર અધીન રહે છે, તમે પણ તેનું ચોકકસ ધ્યાન રાખજો.

Soya Khaman Dhokla recipe - How to make Soya Khaman Dhokla in gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૩માત્રા માટે

ઘટકો
૧/૪ કપ સોયાનો લોટ
૩/૪ કપ ચણાનો લોટ
૧ ૧/૨ ટેબલસ્પૂન રવો
૨ ટીસ્પૂન સાકર
૧ ટીસ્પૂન લીંબુનો રસ
૧ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ
૧ ટીસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન રાઇ
૧/૨ ટીસ્પૂન તલ
૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
ચપટીભર હીંગ

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

પીરસવા માટે
પૌષ્ટિક લીલી ચટણી
કાર્યવાહી
  Method
 1. એક બાઉલમાં સોયાનો લોટ, ચણાનો લોટ, રવો, સાકર, લીંબુનો રસ, આદૂ-લીલા મરચાંની પેસ્ટ, મીઠું અને ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી જાડું ખીરૂ બનાવો.
 2. આ ખીરાને બાફવાની જરા પહેલાં તેમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરી તેની પર ૨ ટીસ્પૂન પાણી છાંટો.
 3. મિશ્રણમાં પરપોટા દેખાય એટલે તેને હળવેથી મિક્સ કરી લો.
 4. હવે આ મિશ્રણને તેલ ચોપડેલી ૧૭૫ મી. મી. (૭”) વ્યાસની થાળીમાં રેડી બરોબર પાથરી ૧૦ મિનિટ માટે સ્ટીમરમાં બાફી લો.
 5. હવે વઘાર માટે, એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, તલ, લીલા મરચાં અને હીંગ ઉમેરો.
 6. જ્યારે રાઇ તતડવા માંડે ત્યારે તેમાં ૧ ટેબલસ્પૂન પાણી ઉમેરી આ વઘારને બાફેલા ઢોકળા પર સરખી રીતે રેડી લો.
 7. હવે તેને કાપી ટુકડા કરો અને બાજુ પર રાખી ઠંડું થવા દો.

કેવી રીતે ટિફિનમાં પૅક કરશો

  કેવી રીતે ટિફિનમાં પૅક કરશો
 1. હવાબંધ ટિફિનમાં પૌષ્ટિક લીલી ચટણી સાથે પૅક કરો.
Nutrient values એક ટુકડા માટે

ઊર્જા
૩૫ કૅલરી
પ્રોટીન
૧.૫ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૪.૭ ગ્રામ
ચરબી
૧.૧ ગ્રામ
લોહતત્વ
૦.૫ મીલીગ્રામ

Reviews