સ્પાઇસ્ડ હોલમીલ ઍન્ડ ઓટ પૅનકેક - Spiced Wholemeal and Oat Pancake

Spiced Wholemeal and Oat Pancake recipe In Gujarati

This recipe has been viewed 2559 timesજ્યારે તમારી પાસે આટલો સ્વાદિષ્ટ વિકલ્પ છે તો તમે પૅનકેક મેંદામાથી કેમ બનાવો છો? ઘઉં અને ઓટસ્, આ સ્પાઇસ્ડ હોલમીલ ઍન્ડ ઓટ પૅનકેકમાં, પ્રોટીન, લોહતત્વ અને કેલ્શિયમ ઉમેરે છે જ્યારે સાકર અને મસાલા તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ પૅનકેકમાં લૉ ફેટ દૂઘ અને ઓછું તેલ વપરાયું હોવાને કારણે શરીરના વજનનું ધ્યાન રાખવાવાળા માટે આ એક ઉત્તમ વાનગી છે. આ પૅનકેકને મધ અને સંતરા સાથે પીરસસો તો કદી ભુલાય નહીં એવો સવારનો નાસ્તો બની જશે.

Spiced Wholemeal and Oat Pancake recipe - How to make Spiced Wholemeal and Oat Pancake in gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧૪પૅનકેક માટે

ઘટકો
૧ કપ ઘઉંનો લોટ
૧/૪ કપ ક્વીક કુકીંગ રોલ્ડ ઓટસ્
૧/૨ કપ લૉ ફેટ દૂધ
એક ચપટીભરજાયફળનું પાવડર
૧/૪ ટીસ્પૂન તજનો પાવડર
૧ ૧/૨ ટેબલસ્પૂન પીસેલી સાકર
૧ ટીસ્પૂન તેલ
એક ચપટીભર મીઠું
૧/૨ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ
૨ ૧/૪ ટીસ્પૂન ૨ ૧/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા અને શેકવા માટે

પીરસવા માટે
૨ ટેબલસ્પૂન મધ
૧/૨ કપ સંતરાની ચીરીઓ
કાર્યવાહી
    Method
  1. ફ્રૂટ સોલ્ટ સિવાયની બઘી સામગ્રી એક બાઉલમાં ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, જરૂરી પાણી મેળવી, રેડી શકાય તેવું ખીરૂ તૈયાર કરો.
  2. હવે તેમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરી ધીરેથી હલાવી લો.
  3. નાના નૉન-સ્ટીક ઉત્તપા-પૅનમાં ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડી લો.
  4. ઉત્તપા-પૅનના ૭ સાંચામા, ૨ ટેબલસ્પૂન ખીરૂ રેડી અને એકસરખું ફેલાવી ૬૭ મી. મી. (૨ ૧/૨”) વ્યાસનો ગોળાકાર બનાવો.
  5. હવે દરેક પૅનકેકને ૧ ટીસ્પૂન તેલની મદદથી તેની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  6. હવે બાકીની ૭ પૅનકેક, રીત ક્રમાંક ૪ અને ૫ પ્રમાણે બનાવી લો.
  7. મધ અને સંતરા સાથે ગરમ ગરમ પીરસો.
Nutrient values એક પૅનકેક માટે

ઊર્જા
૫૪ કૅલરી
પ્રોટીન
૧.૫ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૮.૭ ગ્રામ
ચરબી
૧.૫ ગ્રામ
લોહતત્વ
૦.૫ ગ્રામ
કૅલ્શિયમ
૧૫.૭ મીલીગ્રામ

Reviews