સ્પાઇસી બાજરા પરાઠા - Spicy Bajra Paratha

Spicy Bajra Paratha recipe In Gujarati

This recipe has been viewed 2442 times

Spicy Bajra Paratha - Read in English 


બાજરી ફાઇબર, લોહતત્વ, કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે. બાજરીના લોટથી બનેલ પરોઠા ખૂબ જ આરોગ્યદાયક અને સ્વાદિષ્ટ બને છે પણ તેને બનાવવા સહેલા નથી કારણ કે તેને એકસરખા વણવામાં તકલીફ પડે છે છતાં સ્પાઇસી બાજરા પરાઠા બનાવવાની મહેનત જરૂર રંગ લાવે છે. પરાઠાની આ વાનગીમાં પનીર અને મેથીનો વપરાશ તેને વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવે છે. આ ગરમ પરાઠાને લૉ ફેટ દહીં સાથે પીરસસો તો એક સ્વાદિષ્ટ ભોજન તૈયાર થાય છે અને તે ખાતા પછી તમને જલદી ભૂખ પણ નહીં લાગે.

સ્પાઇસી બાજરા પરાઠા - Spicy Bajra Paratha recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬પરોઠા માટે

ઘટકો
૧ કપ બાજરીનો લોટ
૨ ટેબલસ્પૂન ઘઉંનો લોટ
મીઠું , સ્વાદાનુસાર
બાજરીનો લોટ , વણવા માટે
૩ ટીસ્પૂન તેલ , શેકવા માટે

મિક્સ કરી પૂરણ બનાવવા માટે
૩/૪ કપ ભુક્કો કરેલું લૉ ફેટ પનીર
૧/૨ કપ ઝીણા સમારેલા મેથીના પાન
૩/૪ કપ ઝીણા સમારેલા ટમેટા
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર

પીરસવા માટે
લૉ ફેટ દહીં
કાર્યવાહી
    Method
  1. મિક્સ કરેલા પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  2. એક બાઉલમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી, જરૂરી પાણી નાંખી, મસળીને નરમ કણિક બનાવો.
  3. કણિકના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  4. કણિકના એક ભાગને બાજરીના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
  5. હવે પૂરણનો એક ભાગ વણેલા પરોઠાના અડધા ભાગ પાથરી દો અને રોટીના બાકીના ભાગને વાળી અર્ધગોળાકાર બનાવો.
  6. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧/૨ ટીસ્પૂન તેલની મદદથી પરાઠાને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  7. હવે બાકીનો ૫ પરાઠા રીત ક્રમાંક ૪ થી ૬ પ્રમાણે બનાવી લો.
  8. લૉ ફેટ દહીં સાથે તરત જ પીરસો.
Nutrient values એક પરોઠા માટે

ઊર્જા
૧૭૫ કૅલરી
પ્રોટીન
૭.૮ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૨૬.૯ ગ્રામ
ચરબી
૪.૧ ગ્રામ
ફાઇબર
૩.૬ ગ્રામ
કૅલ્શિયમ
૨૦૦.૧ મીલીગ્રામ
લોહતત્વ
૨.૫ મીલીગ્રામ

Reviews