સ્પાઇસી ચપાટી કુક્ડ ઇન બટરમિલ્ક - Spicy Chapati Cooked in Buttermilk

Spicy Chapati Cooked in Buttermilk recipe In Gujarati

This recipe has been viewed 3260 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOODઆગલા દિવસની વધેલી રોટી ને પરંપરાગત વઘાર અને તાજી છાસ એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવે છે જે તમે સવાર અથવા ગમે તે સમયે ભૂખ લાગે ત્યારે ખાઇ શકો છો. કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર એવી આ વાનગી બનાવતી વખતે રીત ક્રમાંક ૩ ના સમયે જો તમે વિટામિનથી ભરપૂર એવા શાકભાજી ઉમરેશો તો તેની પૌષ્ટિક્તા વધશે.

Spicy Chapati Cooked in Buttermilk recipe - How to make Spicy Chapati Cooked in Buttermilk in gujarati

તૈયારીનો સમય: ૨ મિનિટ   બનાવવાનો સમય: ૭ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
આગલા દિવસની વધેલી રોટી , ટુકડા કરેલી
૨ કપ લૉ ફેટ છાસ , હાથવગી સલાહની મદદ લો
૧ ટીસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન રાઇ
૧ ટીસ્પૂન અડદની દાળ
૭ to ૮ કડી પત્તા
૧/૨ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧ ટીસ્પૂન ખમણેલો ગોળ
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી રાઇ અને અડદનની દાળ ઉમેરો.
  2. જ્યારે રાઇ તતડવા માંડે ત્યારે તેમાં કડી પત્તા અને રોટીના ટુકડા ઉમેરી ધીમા તાપ પર ૧/૨ મિનિટ સુધી સાંતળી લો.
  3. હવે તેમાં છાસ, હળદર, લાલ મરચાંનો પાવડર, ગોળ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ધીમા તાપ પર ઉકળવા દો.
  4. કોથમીરથી સજાવી ગરમ ગરમ પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. ૨ કપ લૉ ફેટ છાસ બનાવવા માટે ૩/૪ કપ તાજા લૉ ફેટ દહીંને ૧ ૧/૪ કપ પાણી ઉમેરી વલોવી લો.
  2. છાસનું દહીંમાં રૂપાંતર ન થાય તે માટે મિશ્રણને ધીમા તાપ પર ગરમ કરો.
Nutrient values એક સર્વિંગ માટે

ઊર્જા
૧૭૫ કૅલરી
પ્રોટીન
૫.૮ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૩૦.૬ ગ્રામ
ચરબી
૩.૨ ગ્રામ
કૅલ્શિયમ
૬૩.૪ મીલીગ્રામ

Reviews