તીખી મકાઇની ભાજી - Spicy Corn Subzi

Spicy Corn Subzi recipe In Gujarati

This recipe has been viewed 1155 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Spicy Corn Subzi - Read in English 


આ એક મજેદાર તાજી પીળી મકાઇની વાનગી છે. જેમાં પીળી મકાઇના ડૂંડાના ટુકડા કરીને તેને કાંદા અને ટમેટાની સ્વાદિષ્ટ ગ્રેવીમાં રાંધવામાં આવ્યા છે. આ વાનગીમાં ઉમેરવામાં આવેલી શેકીને હલકો ભૂક્કો કરેલી મગફળી સૌથી વધુ મહત્વ ધરાવે છે. તેનો સ્વાદ ખૂબજ અનોખો છે, જેનો અહેસાસ તમને આ તીખી મકાઇની ભાજીનો પ્રથમ કોળીયો ખાતા જ થઇ જશે.

Spicy Corn Subzi recipe - How to make Spicy Corn Subzi in gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
આખી પીળી મકાઇના ડૂંડા , ૧૦ નાના ગોળ ટુકડા કરેલા
મીઠું , સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન હલકો ભૂક્કો કરેલી મગફળી
૨ ટેબલસ્પૂન તેલ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું આદુ
૧ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
કાર્યવાહી
    Method
  1. એક પ્રેશર કુકરમાં જરૂરી પાણી સાથે મકાઇના ડૂંડા અને મીઠું મેળવી કુકરની એક સીટી સુધી બાફી લો.
  2. કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી મકાઇને કાઢીને બાજુ પર રાખો.
  3. એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા ઉમેરીને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં લીલા મરચાં અને આદુ નાંખી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં ટમેટા, મરચાં પાવડર, હળદર અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરીને, મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૪ થી ૫ મિનિટ સુધી રાંધી લો.
  6. તે પછી તેમાં અર્ધ-કચરી મગફળી, મીઠું અને ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. છેલ્લે તેમાં બાફેલા મકાઇના ડૂંડા અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. ગરમ ગરમ પીરસો.

Reviews