મસાલેદાર લીલી મગની ખીચડી - Spicy Green Moong Dal Khichdi

Spicy Green Moong Dal Khichdi recipe In Gujarati

This recipe has been viewed 1858 times

Spicy Green Moong Dal Khichdi - Read in English 


ક્યારેક આપણને ઘરે બનાવેલી મજેદાર ખીચડી ખાવાની ઉત્કટ ઈચ્છા થતી હોય છે, પણ તેની સાથે-સાથે કઇંક મસાલેદાર ખાવાની પણ ઇચ્છા થઇ જતી હોય છે. આમ, તે સમયે બન્ને ઇચ્છાને પરિપૂર્ણ કરવા તમે આ મસાલેદાર લીલી મગની ખીચડી બનાવી શકો. ચોખા અને લીલી મગની દાળ વડે બનતી આ સ્વાદિષ્ટ ખીચડીને સાંતળેલા કાંદા અને લસણની સાથે પારંપારીક મસાલાનો વઘાર કરીને વધુ લહેજતદાર બનાવવામાં આવી છે. ગરમા ગરમ કઢી સાથે પીરસી ઘરે બનાવેલી આ ખીચડી તમારું મન જરૂરથી જીતી લેશે.

Spicy Green Moong Dal Khichdi recipe - How to make Spicy Green Moong Dal Khichdi in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   પલાળવાનો સમય:  ૨ કલાક   બનાવવાનો સમય: ૨૧ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧/૨ કપ ચોખા
૧/૨ કપ લીલી મગની દાળ
૧ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન રાઇ
૧ ટીસ્પૂન અડદની દાળ
૧/૪ ટીસ્પૂન હીંગ
૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

પીરસવા માટે
કાર્યવાહી
    Method
  1. એક વાસણમાં ચોખા અને લીલી મગની દાળ જરૂરી પાણી સાથે ૨ કલાક સુધી પલાળી રાખ્યા બાદ તેને નીતારી લો.
  2. એક પ્રેશર કુકરમાં ચોખા, મગની દાળ, મીઠું અને ૩ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
  3. કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી કુકરને બાજુ પર રાખો.
  4. એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, અડદની દાળ અને હીંગ નાંખો.
  5. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લસણ અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  6. તે પછી તેમાં મરચાં પાવડર, હળદર અને ધાણા-જીરા પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી રાંધી લો.
  7. છેલ્લે તેમાં રાંધેલા ભાત અને લીલી મગની દાળનું મિશ્રણ, કોથમીર, થોડું મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. કઢી સાથે ગરમા ગરમ પીરસો.

Reviews