You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી શાક > લાલ ગ્રેવીમાં પાલકના કોફ્તા લાલ ગ્રેવીમાં પાલકના કોફ્તા - Spinach Koftas in Red Gravy તરલા દલાલ Post A comment 23 Nov 2016 This recipe has been viewed 2244 times Spinach Koftas in Red Gravy - Read in English Spinach Koftas in Red Gravy Video આ વાનગીમાં બનાવવામાં આવેલા કોફ્તામાં પાલકનો ઉમેરો તેને પૌષ્ટિક બનાવે છે, જ્યારે પનીરનો ઉમરો તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. ટમેટાવાળી ગ્રેવીમાં ઉમેરવામાં આવેલા નાળિયેર અને કાંદાની સાથે વિવિધ મસાલા જેવા કે ચારોલી, જીરૂ, ખસખસ અને આખા ધાણાના સરવાળાથી બનતી આ લાલ ગ્રેવીમાં પાલકના કોફ્તાની ભાજી ખૂબ જ રંગીન અને આકર્ષક બને છે. અહીં ખાસ યાદ રાખવું કે ગ્રેવીમાં કોફ્તા પીરસવાના થોડા સમય પહેલા જ ઉમેરવા. લાલ ગ્રેવીમાં પાલકના કોફ્તા નાન અથવા પરોઠા સાથે પિરસવુ. લાલ ગ્રેવીમાં પાલકના કોફ્તા - Spinach Koftas in Red Gravy recipe in Gujarati Tags પંજાબી શાકગ્રેવીવાળા શાકભારતીય પાર્ટીના વ્યંજનકઢાઇ વેજ તૈયારીનો સમય: ૨૦ મિનિટ   બનાવવાનો સમય: ૩૦ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૫૦ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો પાલકના કોફ્તા માટે૪ ૧/૨ કપ સમારેલી પાલક૪ બ્રેડની સ્લાઇસ૧/૨ કપ ભુક્કો કરેલું પનીર૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૧/૨ ટેબલસ્પૂન શેકેલો ચણાનો લોટ૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ મીઠું , સ્વાદાનુસાર તેલ , તળવા માટેપીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડું પાણી મેળવીને)૧/૨ કપ મોટા સમારેલા કાંદા૨ ટેબલસ્પૂન તાજું ખમણેલું નાળિયેર૭ લસણની કળી૨ લીલા મરચાં , ઝીણા સમારેલા૨ આખા સૂકા કાશ્મીરી લાલ મરચાં , ટુકડા કરેલા૨ ટીસ્પૂન આખા ધાણા૧ ટીસ્પૂન જીરૂ૨ ટેબલસ્પૂન ચારોલી૨ ટીસ્પૂન ખસખસ૨૫ મિલીમીટર (૧”) નો આદુનો ટુકડો૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીરગ્રેવી માટે૫ મોટા ટમેટા , દરેકના ૮ ટુકડા કરેલા૧ ટીસ્પૂન મરચાં પાવડર૨ ટેબલસ્પૂન તેલ૧ ટીસ્પૂન સાકર મીઠું , સ્વાદાનુસાર૨ ટેબલસ્પૂન તાજું ક્રીમ કાર્યવાહી કોફ્તા માટેકોફ્તા માટેએક વાસણમાં સરખી માત્રામાં પાણી ઉકાળી, તેમાં પાલક નાંખીને તેને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી બાફીને નીતારી લો. પછી ઠંડા પાણી વડે તાજી કરી ફરી નીતારીને બાજુ પર રાખો.બ્રેડની સ્લાઇસની કીનારીઓ કાપી સ્લાઇસને મસળી લો.એક બાઉલમાં બાકી રહેલી બધી વસ્તુઓની સાથે પાલક અને મસળેલા બ્રેડનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી લો.આ મિશ્રણના ૨૦ સરખા ભાગ પાડી દરેક ભાગને વાળીને નાના ગોળ કોફ્તા તૈયાર કરો.એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે થોડા-થોડા કોફ્તા નાંખી, કોફ્તા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તે પછી કોફ્તાને ટીશ્યુ પેપર પર નીતારીને, બાજુ પર રાખો.ગ્રેવી માટેગ્રેવી માટેએક વાસણમાં ૩ કપ પાણી ઉકાળી, તેમાં ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા ટમેટા નરમ થાય ત્યાં સુધી રાંધી લો.તેને સહેજ ઠંડા પાડ્યા પછી મિક્સરમાં ફેરવી સુંવાળું પલ્પ તૈયાર કરી બાજુ પર રાખો.એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં મરચાં પાવડર, ટમેટાનું પલ્પ, સાકર અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.છેલ્લે તેમાં ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી રાંધી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતપીરસતા પહેલા, ગ્રેવીને ફરી સરખી રીતે ગરમ કરી લો.તેમાં કોફ્તા ઉમેરી, હળવેથી મિક્સ કરી ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.ગરમ ગરમ પીરસો.