પાલકનું તાજગીભર્યું લીલું રંગ આ પરોઠાને પનીર સાથે દેખાવમાં આકર્ષક બનાવે છે અને સાથે-સાથે સ્વાદિષ્ટ પણ બનાવે છે. અહીં પાલક આ પરોઠાના કણિકની પૌષ્ટિક્તામાં વધારો કરે છે, ત્યારે બીજી બાજુ તેમાં મેળવવામાં આવેલું કોબી, કોથમીર, લીલા મરચાં અને આદૂનું પૂરણ આ પરોઠાને મજેદાર બનાવે છે.
પાલક અને પનીરના પરોઠા - Spinach and Paneer Paratha recipe in Gujarati
કણિક માટે- પાલક, લીબુંનો રસ અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી મિક્સરમાં સુંવાળી પ્યુરી તૈયાર કરી બાજુ પર રાખો.
- એક બાઉલમાં મેંદો, ઘઉંનો લોટ, મીઠું, ઘી અને તૈયાર કરેલી પાલકની પ્યુરી મેળવી થોડા જરૂરી પાણી સાથે બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરો.
- આ કણિકને ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
આગળની રીત- તૈયાર કરેલી કણિક અને તૈયાર કરેલા પૂરણના ૬ સરખા ભાગ પાડો.
- કણિકના એક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં ઘઉંના લોટની મદદથી વણી લો.
- તે પછી પૂરણનો એક ભાગ તેના અડધા ભાગ પર મૂકી બીજો અડધો ભાગ વાળીને અર્ધગોળાકાર રીતે વાળી લો.
- એક નૉન-સ્ટીક તવા ને ગરમ કરી તેમાં થોડા તેલની મદદથી પરોઠા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૨ થી ૪ પ્રમાણે બાકીના ૫ પરોઠા તૈયાર કરો.
- દહીં અથવા મનપસંદ અથાણાં સાથે તરત જ પીરસો.