બોમ્બે કરી સૂપ વીથ સ્પીનાચ ની રેસીપી - Strength Shorba, Bombay Curry Soup with Spinach

Strength Shorba, Bombay Curry Soup with Spinach recipe In Gujarati

This recipe has been viewed 431 timesશોરબા કે પછી કોઇ સૂપની ખુશ્બુ અને સ્વાદ એવો હોય છે કે જીભમાં તેનો સ્વાદ રહી જાય અને મોઢા પર તાજગી જણાઇ આવે. અહીં આવો જ શોરબાનો સ્વાદ જે દાળ વડે મળે છે.

તેની રીતમાં દાળને પાલક સાથે મેળવી તેમાં કાંદા-ટમેટા વગેરે મેળવવામાં આવ્યા છે. તેમાં થોડા મસાલા અને ખાસ તો કરી પાવડર, સહજ લીંબુનો રસ તેને શક્તિપૂરક બનાવી મજાની સુવાસ આપી તમને સ્વાદ માણવાની પ્રેરક ઇચ્છા પ્રગટાવે છે.

મસુર દાળ અને પાલક, એ બન્નેમાં લોહતત્વ હોવાથી હેમોગ્લોબીન બનાવવામાં મદદરૂપ બની શરીરમાં ઓક્સિજન અને પોષકતત્વો પ્રસારવામાં મદદરૂપ બને છે. લીંબુના રસમાં રહેલો વિટામીન સી લોહતત્વના શોષણમાં મદદરૂપ બને છે.

જ્યારે બીજી બાજુ ટમેટામાં રહેલા વિટામીન એ અને સી શરીરમાંના ફ્રી રૈડિકલ્સથી છૂટકારો પામવામાં સહાયતા કરે છે.

Strength Shorba, Bombay Curry Soup with Spinach recipe - How to make Strength Shorba, Bombay Curry Soup with Spinach in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

બોમ્બે કરી સૂપ વીથ સ્પીનાચ ની રેસીપી બનાવવા માટે
૩/૪ કપ મસુરની દાળ
૧ ટેબલસ્પૂન તેલ
૧/૨ કપ સ્લાઇસ કરેલા કાંદા
૧ ટેબલસ્પૂન સમારેલું લસણ
૧ ૧/૨ કપ સમારેલા ટમેટા
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૨ ટીસ્પૂન કરી પાવડર
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ કપ સમારેલી પાલક
૨ ટીસ્પૂન લીંબુનો રસ
કાર્યવાહી
બોમ્બે કરી સૂપ વીથ સ્પીનાચ ની રેસીપી બનાવવા માટે

  બોમ્બે કરી સૂપ વીથ સ્પીનાચ ની રેસીપી બનાવવા માટે
 1. પ્રેશર કુકરના એક વાસણમાં તેલ ગરમ કરી કાંદા અને લસણ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
 2. તે પછી તેમાં ટમેટા, મસુરની દાળ, મરચાં પાવડર, કરી પાવડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 3. તે પછી તેમાં પાલક મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 4. તે પછી તેમાં ૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
 5. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
 6. જ્યારે મિશ્રણ સંપૂર્ણ ઠંડું થઇ જાય, ત્યારે તેને મિક્સરમાં ૩/૪ કપ પાણી સાથે ફેરવીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
 7. આ મિશ્રણને એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં મૂકી તેને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 8. છેલ્લે તેમાં લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
 9. બોમ્બે કરી સૂપ વીથ સ્પીનાચ તરત જ પીરસો.

Reviews