સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા - Stuffed Moong Sprouts Dosa

Stuffed Moong Sprouts Dosa recipe In Gujarati

This recipe has been viewed 2861 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Stuffed Moong Sprouts Dosa - Read in English 


જો તમને ટાકોસ, રૅપસ અને શાકથી ભરેલા નાસ્તાઓ પસંદ છે તો તમને આ સ્ટફ્ડ ઢોસા પણ જરૂર પસંદ પડશે. સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા એક પેટ ભરાઇ જાય તેવો સવારનો નાસ્તો છે જે ભરપૂર છે પ્રોટીનથી (નિરોગી બોડી સેલ્સ માટે), કૅલ્શિયમથી (તંદુરસ્ત હાડકા માટે) અને લોહતત્વથી (સારા હીમોગ્લોબિન માટે). આ વાનગી બનાવવામાં આગલા દિવસના વધેલા ફણગાવેલા કઠોળ તો વપરાય છે પણ સાથે સાથે મજબૂત બનાવે તેવા શાકભાજી જેવા કે કોબી અને ગાજરની સાથે ચટાકેદાર ચાટ મસાલો પણ વાપરવામાં આવ્યો છે.

સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા - Stuffed Moong Sprouts Dosa recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ઢોસા માટે
મને બતાવો ઢોસા

ઘટકો

ઢોસા માટે
૧ કપ આગલા દિવસના વધેલા ફણગાવેલા મગ
૪ ટેબલસ્પૂન ચોખાનો લોટ
મીઠું, સ્વાદાનુસાર

પૂરણ માટે
૧/૨ કપ બાફી , છોલીને મસળેલા બટેટા
૨ ટેબલસ્પૂન ખમણેલા ગાજર
૨ ટેબલસ્પૂન ખમણેલા બીટ
૨ ટેબલસ્પૂન ખમણેલી કોબી
૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા
૧/૪ કપ સમારેલા ટમેટા
૧ ટીસ્પૂન તેલ
૧/૪ ટીસ્પૂન રાઇ
૨ to ૩ કડી પત્તા
ચપટીભર હળદર
ચપટીભર હીંગ
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો
મીઠું , સ્વાદાનુસાર

અન્ય સામગ્રી
૧ ૧/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા અને શેકવા માટે

પીરસવા માટે
કોથમીર અને લીલી લસણની ચટણી
કાર્યવાહી
ઢોસા માટે

  ઢોસા માટે
 1. ફણગાવેલા મગમાં ૩/૪ કપ પાણી ઉમેરી મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ બનાવો.
 2. હવે પેસ્ટને એક બાઉલમાં નાંખી, તેમાં ચોખાનો લોટ અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લો જેના થી ગઠ્ઠા ન રહે. હવે મિશ્રણને ૧૫ મિનિટ સુધી બાજુ પર રાખો.
 3. આ મિશ્રણમાં ૧/૪ કપ પાણી ઉમેરો જેથી રેડી શકાય તેવું ખીરૂ બને.

પૂરણ માટે

  પૂરણ માટે
 1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો.
 2. જ્યારે રાઇ તતડવા માંડે ત્યારે તેમાં કડી પત્તા, હળદર અને હીંગ ઉમેરી તેને મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
 3. હવે તેમાં બધા શાક, કોથમીર, ચાટ મસાલો અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
 4. તૈયાર થયેલ પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

  આગળની રીત
 1. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો.
 2. તેના પર એક ચમચો ભરીને ખીરૂ રેડી તેને ચમચા વડે ગોળ ફેરવીને ૧૫૦ મી. મી. (૬”) વ્યાસનો ગોળાકાર બનાવો.
 3. હવે ઢોસાની કીનારીઓ પર ૧/૪ ટીસ્પૂન તેલ છાંટી તે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
 4. હવે પૂરણનો એક ભાગ ઢોસાના અડધા ભાગ પર પાથરી અને બાકીનો અડધો ભાગ તેની પર વાળી અર્ધગોળાકાર બનાવો.
 5. હવે બાકીના ૩ ઢોસા રીત ક્રમાંક ૨ થી ૪ પ્રમાણે બનાવી લો.
 6. કોથમીર અને લીલી લસણની ચટણીની સાથે તરત જ પીરસો.
Nutrient values એક ઢોસા માટે

ઊર્જા
૧૨૬ કૅલરી
પ્રોટીન
૫.૦ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૨૦.૩ ગ્રામ
ચરબી
૨.૮ ગ્રામ
લોહતત્વ
૧.૧ મીલીગ્રામ
કૅલ્શિયમ
૩૭.૬ મીલીગ્રામ

Reviews