સબ્જીનો કોરમા - Subzi Ka Korma

Subzi Ka Korma recipe In Gujarati

This recipe has been viewed 2610 times

Subzi Ka Korma - Read in English 


સબ્જીનો કોરમા મિક્સ વેજીટેબલ વડે બનતી એક સૂકી વાનગી છે જે ખૂબજ સૌમ્ય સ્વાદ ધરાવે છે. આમ તો આ ભાજી બનાવવા તમે કોઇ પણ શાકનો ઉપયોગ કરી શકો છો, પણ મેં અહીં તેમાં રોજ વપરાતા શાકભાજીનો ઉપયોગ કર્યો છે જેથી તમે આ કોરમા કોઇ પણ રોટી અથવા પૂરી સાથે પીરસી શકો.

Subzi Ka Korma recipe - How to make Subzi Ka Korma in gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ ૧/૪ કપ સમારીને બાફેલા મિક્સ શાક (ફણસી , ગાજર , લીલા વટાણા અને ફૂલકોબી)
૧ ટેબલસ્પૂન તેલ
૧/૨ કપ સમારેલા કાંદા
૧/૨ કપ બાફીને છોલી લીધેલા બટાટાના ટુકડા
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
૧ ટીસ્પૂન લીંબુનો રસ
મીઠું , સ્વાદાનુસાર

પીસીને સુંવાળી પેસ્ટ માટે (થોડું પાણી મેળવીને)
૧/૨ કપ મોટા સમારેલા કાંદા
લીલા મરચાં , મોટા સમારેલા
૨૫ મિલીમીટર (૧”)નો આદુનો ટુકડો
કાર્યવાહી
    Method
  1. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  2. પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર વધુ એક મિનિટ સુધી સાંતળી લો.
  3. છેલ્લે તેમાં બાકી રહેલી બધી સામગ્રી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
  4. તરત જ પીરસો.

Reviews