મીઠી ચટણી - Sweet Chutney ( Desi Khana )

Sweet Chutney (  Desi Khana ) recipe In Gujarati

This recipe has been viewed 2952 times

Sweet Chutney ( Desi Khana ) - Read in English 


આ મીઠી ચટણી કોઇપણ પ્રકારનાં ચાટમાં અનિવાર્ય ગણાય એવી છે. કોઇપણ નાસ્તો પીરસવો હોય ત્યારે પણ આ ચટણી નાસ્તાને સંપૂર્ણ બનાવવા માટે પીરસવી જરૂરી બની રહે છે, કારણકે આ ચટણી દરેક નાસ્તા સાથે મળી જાય એવી છે.

Sweet Chutney ( Desi Khana ) recipe - How to make Sweet Chutney ( Desi Khana ) in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨.૫૦કપ માટે
મને બતાવો કપ

ઘટકો
૧ કપ બી કાઢી લીથેલી ખજૂર
૧/૨ કપ ગોળ
૧/૪ કપ આમલી
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૨ ટીસ્પૂન ધાણા પાવડર
૧/૨ ટીસ્પૂન જીરા પાવડર
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક પ્રેશર કુકરમાં ખજૂર, ગોળ, આમલી અને ૧ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી કુકરની ૩ સીટી સુધી બાફી લો.
  2. કુકરનું ઢાકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
  3. તે પછી તેમાં ૧/૨ કપ પાણી મેળવી મિક્સરમાં ફેરવીને સુંવાળું બનાવી લીધા પછી તેને ગરણી વડે ગાળી લો.
  4. તેમાં મરચાં પાવડર, ધાણા પાવડર, જીરા પાવડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  5. તે પછી તેને હવાબંધ બરણીમાં ભરી રેફ્રીજરેટરમાં મૂકો અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.

Reviews