સ્વીટ કોર્ન અને કેપ્સીકમનું સૂપ - Sweet Corn and Capsicum Soup ( Mexican)

Sweet Corn and Capsicum Soup ( Mexican) recipe In Gujarati

This recipe has been viewed 1735 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOODઆ મેક્સિકન સૂપમાં શેકેલા સિમલા મરચાંની ધુમાડાવાળી ખુશ્બુ તમને જરૂરથી લલચાવશે. તેમાં રહેલી સાંતળેલા કાંદા અને શેકેલા સિમલા મરચાંની તીવ્ર ખુશ્બુથી વિરૂધ્ધ પીળી મકાઇ સાથે તેનું અનોખું સંયોજન બનાવે છે. યાદ રાખશો કે કાંદાને માખણમાં જ સાંતળવા, જેથી આ સ્વીટ કોર્ન અને કેપ્સીકમનું સૂપ વધુ સ્વાદિષ્ટ બને. એક બાઉલ જેટલું આ મજેદાર સૂપ તમારો દીવસ આનંદદાયક બનાવશે. આ સ્વીટ કોર્ન અને કેપ્સીકમનું સૂપ બરિતોસ્ અને મેક્સિકન રાઇસ સાથે મજેદાર જમણ પૂરવાર થાય એવું છે.

સ્વીટ કોર્ન અને કેપ્સીકમનું સૂપ - Sweet Corn and Capsicum Soup ( Mexican) recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ ૧/૨ કપ બાફેલા મીઠી મકાઇના દાણા
સિમલા મરચું
તેલ , ચોપડવા માટે
૧/૨ કપ દૂધ
૧ ટેબલસ્પૂન માખણ
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ટીસ્પૂન કોર્નફ્લોર , ૧/૪ કપ પાણીમાં ઓગાળેલું
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
  Method
 1. સિમલા મરચાં પર થોડું તેલ ચોપડી તેને ફોર્ક (fork) વડે પકડીને સીધા તાપ પર મૂકીને તેની બહારની બધી બાજુએથી કાળું પડી જાય ત્યાં સુધી શેકી લો.
 2. તે પછી તેને તાપ પરથી હટાવીને ઠંડા પાણીમાં ડુબાડીને ડાળખી અને બી કાઢી લીધા પછી તેને બારીક સમારીને બાજુ પર રાખો.
 3. હવે બાફેલા મકાઇના દાણા, દૂધ અને ૩/૪ કપ પાણી મેળવી મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
 4. એક કઢાઇમાં માખણ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
 5. તે પછી તેમાં શેકીને ટુકડા કરેલા સિમલા મરચાં મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
 6. હવે તેમાં તૈયાર કરેલું મકાઇના દાણાનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 7. તે પછી તેમાં ૧/૨ કપ પાણી અને તૈયાર કરેલું કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
 8. તે પછી તેમાં મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 9. છેલ્લે તેમાં મરી પાવડર મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
 10. ગરમ ગરમ પીરસો.

Reviews