ભારતના દક્ષિણી પશ્ચિમ કીનારાના રાજ્યોમાં ખાસ કરીને મેંગલોરના લોકોની ટીંડલી અને કાજૂ પ્રથમ પસંદગી ગણાય છે.
અહીં આ બન્ને સામગ્રી મેળવીને કાજૂવાળી ટીંડલી બનાવવામાં આવી છે. આ ભાજીને ફક્ત રાઇ અને લાલ મરચાંનો વઘાર આપવામાં આવ્યો છે, જેથી તમે ટીંડલીનો સ્વાદ બરોબર માણી શકો.
આ શાક જ્યારે રોટી , દાળ અને ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.
કાજૂવાળી ટીંડલી - Tendli Cashewnut recipe in Gujarati
Method- એક બાઉલમાં જરૂરી પાણી મેળવી કાજૂને ૩૦ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં લાલ મરચાં, ટીંડલી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ અથવા ટીંડલી બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં પલાળેલા કાજૂ, સાકર અને થોડું મીંઠુ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ખમણેલા નાળિયેર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.