થાલીપીઠ ની રેસીપી - Thalipeeth, Quick Maharashtrian Thalipeeth

Thalipeeth, Quick Maharashtrian Thalipeeth recipe In Gujarati

This recipe has been viewed 1689 timesઘણા લોકો એવું માનતા હોય છે કે પારંપારિક વાનગી બનાવવામાં રસોડામાં વધુ સમય બગાડવો પડે છે તેથી તેઓ ફાસ્ટ ફૂડ તરફ વધુ આકર્ષાયા હોય છે. પણ, એવું દરેક વાનગી માટે ન ગણી શકાય કારણકે કોઇ વાનગી ઝટપટ બને તો કોઇ વાનગીને બનાવતા સમય પણ લાગે.

અહીં આ એક પારંપારિક મહારાષ્ટ્રની વાનગીને એવી જ ગણી શકાય કે જે ત્રણ પ્રકારના લોટથી તૈયાર કરી શકાય છે. આ થાલીપીઠ બહુ પૌષ્ટિક છે ઉપરાંત ઝટપટ બનાવી શકાય છે.

Thalipeeth, Quick Maharashtrian Thalipeeth recipe - How to make Thalipeeth, Quick Maharashtrian Thalipeeth in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૭ થાલીપીઠ માટે
મને બતાવો થાલીપીઠ

ઘટકો

થાલીપીઠ ની રેસીપી બનાવવા માટે
૩ ટેબલસ્પૂન ચણાનો લોટ
૩ ટેબલસ્પૂન જુવારનો લોટ
૩ ટેબલસ્પૂન ઘંઉનો લોટ
નાનો કાંદો , સમારેલો
ટમેટો , સમારેલો
૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
લીલા મરચાં , ઝીણા સમારેલા
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
તેલ , રાંધવા માટે
ઘરે બનાવેલું સફેદ માખણ
કાર્યવાહી
    Method
  1. થાલીપીઠ ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે બધી વસ્તુઓ મેળવી કઠણ ખીરૂં તૈયાર કરો.
  2. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું તેલ ચોપડી લો.
  3. આ તવા પર એક ચમચા જેટલું ખીરૂં રેડી તમારી આંગળીઓ વડે થપથપાવીને સરખી રીતે પાથરી ૧૦૦ મી. મી. (૪”)ના વ્યાસનો ગોળાકાર બનાવી લો.
  4. આમ થાલીપીઠને મધ્યમ તાપ પર થોડા તેલની મદદથી તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
  5. રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ વધુ ૬ થાલી પીઠ તૈયાર કરો.
  6. દહીં અને અથાણા સાથે ગરમ ગરમ પીરસો.

Reviews