ટમેટાવાળા ભાત - Tomato Rice( South Indian Recipes )

Tomato Rice( South Indian Recipes ) In Gujarati

This recipe has been viewed 1594 timesઆ મસાલેદાર અને તીખા ભાત લંચ બોક્સમાં ભરવા માટે તો બરોબર ગણાય એવા છે અને નાના મોટા સૌને ભાવે એવા પણ છે. આ ટમેટાવાળા ભાતને પાપડ સાથે કે પછી નાળિયેરની પચડી સાથે, તમને ફાવે તે રીતે ખાઓ પણ તેનો સ્વાદ એવો મજેદાર છે કે તેમાં મેળવેલા મસાલા અને ટમેટા એક બીજાને પૂરક પૂરવાર થાય છે.

સામાન્ય મસાલા સાથે પારંપારિક વઘારમાં મેળવેલી મગફળી વડે બનતા આ ટમેટાવાળા ભાત બધાને ભાવે એવા બને છે.

બીજી વિવિધ દક્ષિણ ભારતીય ભાતની વાનગી પણ અજમાવો, તે છે દહીંવાળા ભાત , લીંબુવાળા ભાત અને નાળિયેરના ભાત.

ટમેટાવાળા ભાત - Tomato Rice( South Indian Recipes ) in Gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

મસાલા પાવડર માટે
૨ ટીસ્પૂન નાળિયેરનું તેલ અથવા બીજું કોઇ રીફાઇન્ડ તેલ
૧ ટીસ્પૂન અડદની દાળ
૧ ટેબલસ્પૂન ચણાની દાળ
૧/૪ ટીસ્પૂન મેથીના દાણા
૨ ટીસ્પૂન આખા ધાણા
આખા લાલ કાશ્મીરી મરચાં
૨ ટેબલસ્પૂન ખમણેલું સુકું નાળિયેર
૧/૨ ટીસ્પૂન હીંગ

બીજી સામગ્રી
૩/૪ કપ ટમેટાનું પલ્પ
૧/૨ ટીસ્પૂન હળદર
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન નાળિયેરનું તેલ અથવા બીજું કોઇ રીફાઇન્ડ તેલ
૨ ટીસ્પૂન ઘી
૧ ટીસ્પૂન રાઇ
૩ ટેબલસ્પૂન કાચી મગફળી
૬ to ૭ કડી પત્તા
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૨ ૧/૨ કપ રાંધેલા ભાત
કાર્યવાહી
  Method
 1. એક નાના પૅનમાં તેલ ગરમ કરી તેમાં અડદની દાળ, ચણાની દાળ, મેથીના દાણા અને આખા ધાણા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
 2. તે પછી તેમાં બાકી રહેલી બધી સામગ્રી મેળવી ધીમા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લીધા પછી તેને થોડું ઠંડુ થવા દો.
 3. જ્યારે તે ઠંડું પડે, ત્યારે તેને મિક્સરમાં ફેરવી ઝીણું પાવડર બનાવી બાજુ પર રાખો.

આગળની રીત

  આગળની રીત
 1. એક નૉન-સ્ટીક પૅનમાં ટમેટાનું પલ્પ, હળદર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 2. તે પછી તેમાં તૈયાર કરેલો મસાલા પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી આ ટમેટા પેસ્ટને બાજુ પર રાખો.
 3. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો.
 4. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મગફળી અને કડી પત્તા મેળવી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા મગફળી થોડી હલકા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળી લો.
 5. તે પછી તેમાં લીલા મરચાં અને કાંદા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સાંતળી લો.
 6. તે પછી તેમાં ટમેટાની પેસ્ટ અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧મિનિટ સુધી રાંધી લો.
 7. છેલ્લે તેમાં રાંધેલા ભાત અને મીઠું મેળવી, હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 8. ગરમ-ગરમ પીરસો.

Reviews