તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડી - Toovar Dal and Mixed Vegetable Masala Khichdi

Toovar Dal and Mixed Vegetable Masala Khichdi recipe In Gujarati

This recipe has been viewed 2444 timesઆ ખીચડીમાં સ્વાદિષ્ટ મસાલા ભરેલા શાક, ચોખા અને દાળનું સંયોજન ધ્યાનપૂર્વક એક સાથે રાંધવામાં આવ્યું છે. આ તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડીને જ્યારે પાપડ અને છાસ સાથે પીરસવામાં આવે ત્યારે ખૂબ જ મજેદાર જમણ તૈયાર થાય છે.

Toovar Dal and Mixed Vegetable Masala Khichdi recipe - How to make Toovar Dal and Mixed Vegetable Masala Khichdi in gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   પલાળવાનો સમય:  ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૭ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ ૧/૨ કપ બાસમતી ચોખા
૧/૨ કપ તુવરની દાળ
૨ ટેબલસ્પૂન ઘી
૧/૪ ટીસ્પૂન હીંગ
૧/૪ ટીસ્પૂન હળદર
ચપટીભર ખાવાનો સોડા
૧૦ નાના કાંદા
નાના બટાટા , છોલેલા
નાના રીંગણા
૩/૪ કપ લીલા વટાણા
મીઠું , સ્વાદાનુસાર

મિક્સ કરીને મસાલાનું મિશ્રણ તૈયાર કરવા માટે
૧/૨ કપ તાજું ખમણેલું નાળિયેર
૪ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૪ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર
૪ ટીસ્પૂન સાકર
૨ ટીસ્પૂન મરચાં પાવડર
એક ચપટીભર હીંગ
મીઠું , સ્વાદાનુસાર

પીરસવા માટે
પાપડ
છાસ
કાર્યવાહી
    Method
  1. ચોખા અને તુવરની દાળને સાફ કરી જરૂરી પાણીમાં ૧૫ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ તેને નીતારીને બાજુ પર રાખો.
  2. તૈયાર કરેલા મસાલાના મિશ્રણના બે સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  3. બધા કાંદા, બટાટા અને રીંગણામાં બે આડા કાંપા પાડો, પણ ધ્યાન રાખો કે તે નીચેથી છુટા ન પડવા જોઇએ.
  4. આમ તૈયાર થયેલા કાંદા, બટાટા અને રીંગણામાં તૈયાર કરેલા મસાલાનો એક ભાગ દાબીને ભરી લીધા પછી તેને બાજુ પર રાખો.
  5. એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં ચોખા, તુવરની દાળ, હીંગ, હળદર અને ખાવાની સોડા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  6. તે પછી તેમાં મસાલા ભરેલા શાક અને બાકી રહેલો મસાલાનો બીજો ભાગ, લીલા વટાણા, મીઠું, અને ૩ કપ ગરમ પાણી મેળવી હળવી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
  7. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
  8. પાપડ અને છાસ સાથે તરત જ પીરસો.

Reviews