You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > ચોખાની વાનગીઓ > ખીચડી > વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી - Vegetable Bulgur Wheat Khichdi, Low Salt Recipe તરલા દલાલ Post A comment 15 Oct 2019 This recipe has been viewed 1547 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD Vegetable Bulgur Wheat Khichdi, Low Salt Recipe - Read in English શાકભાજી વગરની ખીચડી તો સામાન્ય ગણાય પણ ખીચડીને રંગીન બનાવવા તેમાં શાક મેળવવાથી જરૂર એક નવો અનુભવ મળશે. ઘઉંના ફાડીયાની આ ખીચડીનો સ્વાદ તો અલગ છે ઉપરાંત તે પૌષ્ટિક્તા પણ ધરાવે છે જે મધુમેહ, કીડનીની તકલીફ અને રક્તનો ઉંચો દાબ ધરાવનાર માટે અતિ ઉત્તમ ગણાય એવી છે. આ વેજીટેબલ અને ઘઉંના ફાડીયાની ખીચડીમાં મીઠું ઓછું નાખવામાં આવે છે ઉપરાંત ઘઉંના ફાડીયામાં ફોસ્ફરસ અને પોટેશિયમ બીજી અન્ય અનાજની વાનગીની સરખામણીમાં ઓછું રહેલું છે. આમ આ ખીચડીની મજા એ છે કે તેમાં ફાઇબર વધુ હોવાથી શરીરમાં સાકરના પ્રમાણને દાબમાં રાખે છે. ઓછા મીઠાવાળી આ ખીચડીના સ્વાદમાં જરા પણ બાંધછોડ કર્યા વગર તેને સ્વાદિષ્ટ બનાવવા તેમાં આદૂ, લસણ, ટમેટા, કાંદા અને મસાલા પાવડર ઉમેરીવામાં આવ્યા છે. તે ઉપરાંત આ ખીચડી ઓછા તેલ વડે પણ બનાવવામાં આવે છે જેથી તેને સતત હલાવતા રહી તૈયાર કરવી, નહીં તો મસાલા અને શાક વાસણમાં ચીટકી જશે. વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી - Vegetable Bulgur Wheat Khichdi, Low Salt Recipe in Gujarati Tags ખીચડીપૌષ્ટિક લંચચોખા, ખીચડી અને બિરયાનીડાયાબિટીસ અને હેલ્થી હાર્ટ રેસિપિડાયાબિટીસ અને કિડનીને માફક આવે એવી રેસિપીચોખા, ખીચડી અને બિરયાનીભાત / પુલાવ / ખીચડી / બિરયાની તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૨ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી બનાવવા માટે૧/૨ કપ ઘંઉના ફાડીયા૧ ટીસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન જીરૂ એક ચપટીભર હીંગ૧/૨ ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા૧/૪ કપ ઝીણા સમારેલા ટમેટા૧/૪ કપ ઝીણી સમારેલી ફૂલકોબી૧/૪ કપ ઝીણી સમારેલી દૂધી૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર૧/૮ ટીસ્પૂન હળદર૧/૮ ટીસ્પૂન મીઠું કાર્યવાહી Methodવેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી બનાવવા માટે, એક પહોળા નૉન-સ્ટીક પનમાં ઘંઉના ફાડીયાને મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી સૂકા જ શેકી લો.એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં અને હીંગ મેળવી મધ્યમ તાપ પર 30 સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં આદૂ, લસણ અને કાંદા ઉમેરી મધ્યમ તાપ પર 1 મિનિટ સુધી સાંતલી લો.તે પછી તેમાં ટમેટા, ફૂલકોબી અને દૂધી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.તે પછી તેમાં ઘંઉના ફાડીયા, મરચાં પાવડર, હળદર, મીઠું અને 2 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરીને પ્રેશર કુકરમાં 3 સીટી સુધી રાંધી લો.કુકરનું ઢાંકણ ખોલતા પહેલાં વરાળને નીકળી જવા દો.પછી તેમાં 5 ટેબલસ્પૂન પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 મિનિટ સુધી ખીચડીને હલકે હાથે છુંદી રહેતા રાંધી લો.તરત જ પીરસો.