વેજીટેબલ ઍન્ડ લૅન્ટીલ પુલાવ - Vegetable and Lentil Pulao

Vegetable and Lentil Pulao recipe In Gujarati

This recipe has been viewed 5651 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Vegetable and Lentil Pulao - Read in English 


અહીં ભાત, દાળ, મિક્સ શાકભાજી, કેસર અને તળેલા કાંદાનું મિશ્રણ છે જેને કાંદાની તૈયાર કરેલી પેસ્ટમાં મેળવી ઑવનમાં તૈયાર કરવામાં આવ્યું છે. તે એવું મજેદાર બને છે કે તેને જમણનું મુખ્ય અંગ પણ ગણાવી શકાય. તેનો દેખાવ ખૂબજ પ્રભાવી લાગે છે કારણકે તેને બેક કરવાથી “દમ” જેવો અહેસાસ આ વેજીટેબલ ઍન્ડ લૅન્ટીલ પુલાવમાં આવે છે.

Vegetable and Lentil Pulao recipe - How to make Vegetable and Lentil Pulao in gujarati

તૈયારીનો સમય: ૨૦ મિનિટ   પલાળવાનો સમય:  ૩૦ મિનિટ   બેકીંગનું તાપમાન:  ૧૮૦૦ C (૩૬૦૦ F)   બેકીંગનો સમય:  ૨૦ થી ૨૫ મિનિટ   બનાવવાનો સમય: ૩૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

ભાત-દાળના મિશ્રણ માટે
૧ ૧/૪ કપ ચોખા , ૩૦ મિનિટ પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલા
૩/૪ કપ તુવરની દાળ
૧/૨ કપ ઝીણા સ્લાઇસ કરીને તળેલા કાંદા
૩/૪ કપ સમારીને બાફેલા મિક્સ શાકભાજી (ફણસી , ગાજર અને લીલા વટાણા)
૨ ચપટીભર કેસર , ૨ ટીસ્પૂન દૂધમાં પલાળેલી
મીઠું , સ્વાદાનુસાર

કરી માટે
૨ ટેબલસ્પૂન ઘી
૧ કપ જેરી લીધેલી દહીં
૧ ટીસ્પૂન સાકર
મીઠું , સ્વાદાનુસાર

મિક્સ કરીને સુંવાળી કાંદાની પેસ્ટ તૈયાર કરવા માટે (તેમાં જરૂરી પાણી મેળવવું)
૧/૨ કપ મોટા સમારેલા કાંદા
૨ ટેબલસ્પૂન તાજું ખમણેલું નાળિયેર
આખા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
૨૫ મિલીમીટર (૧”) નો આદુનો ટુકડો
લસણની કળી
૧ ટેબલસ્પૂન ખસખસ
એલચી
૨ ટીસ્પૂન આખા ધાણા
૧ ટીસ્પૂન શેકેલું જીરું

બીજી જરૂરી વસ્તુઓ
૨ ટીસ્પૂન ઘી , ચોપડવા માટે
૨ ટેબલસ્પૂન દૂધ
૧/૨ કપ તળેલા કાંદા

પીરસવા માટે
તાજું દહીં
કાર્યવાહી
ભાત-દાળના મિશ્રણ માટે

    ભાત-દાળના મિશ્રણ માટે
  1. ચોખા એવી રીતે રાંધી લો કે તેનો દરેક દાણો છુટો રહે. તેને નીતારીને બાજુ પર રાખો.
  2. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં દાળ અને ૧ ૧/૨ કપ પાણી મેળવી મધ્યમ તાપ પર ૧૦ થી ૧૫ મિનિટ સુધી અથવા દાળ બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લીધા પછી તેને બાજુ પર રાખો.
  3. એક બાઉલમાં ભાત, દાળ, મિક્સ શાકભાજી, તળેલા કાંદા, કેસર-દૂધનું મિશ્રણ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  4. આ ભાત-દાળના મિશ્રણના બે ભાગ પાડી બાજુ પર રાખો.

કરી માટે

    કરી માટે
  1. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં તૈયાર કરેલી કાંદાની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  2. તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં દહીં, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. એક માઇક્રોવેવમાં મૂકી શકાય એવા બાઉલમાં ઘી ચોપડીને તેમાં ભાત-દાળના મિશ્રણનો એક ભાગ મૂકી તેને ચમચાના પાછળના ભાગ વડે ફેલાવી લો.
  2. તે પછી તેમા તૈયાર કરેલી કરી સરખી રીતે પાથરી લો.
  3. છેલ્લે તેની પર બાકી રહેલું ભાત-દાળનું મિશ્રણ સરખી રીતે પાથરી લો.
  4. તે પછી તેની પર દૂધ રેડી, વાસણને ઢાંકણ વડે ઢાંકી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦0 c (૩૬૦0 f) તાપમાન પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી અથવા માઇક્રોવેવમાં ઉંચા તાપમાન પર ૫ થી ૭ મિનિટ બેક કરી લો.
  5. પીરસવાના સમય પહેલા, એક મોટી પીરસવાની ડીશ પર પલટાવી લો.
  6. તાજા દહીં સાથે તરત જ પીરસો.

Reviews