અખરોટનો શીરો - Walnut Sheera

Walnut Sheera recipe In Gujarati

This recipe has been viewed 4958 times
5/5 stars  100% LIKED IT   
2 REVIEWS ALL GOOD

Walnut Sheera - Read in English 


તમે વિવિધ પ્રકારના લોટ કે રવા દ્વારા બનતા અલગ-અલગ શીરાનો સ્વાદ જરૂર માણ્યો હશે, પણ અહીં એક સૌથી અલગ પ્રકારનો શીરો રજૂ કર્યો છે જેમાં અખરોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અખરોટના શીરાની બનાવટ, સ્વાદ અને સુગંધ તમને જરૂર લહેજત આપશે. તમારી ડીશમાં થોડા અખરોટનો શીરો થોડી સેકંડ રાખીને પછી તેનો સ્વાદ માણો ત્યારે તમને અદભૂત સ્વાદનો અનુભવ થશે. અહીં ધ્યાન રાખશો કે આ શીરાનો ઉપયોગ એક દીવસમાં બહુ અલ્પ માત્રામાં એટલે કે ૧ કે ૨ ટેબલસ્પૂન જેટલો જ કરવો, કારણકે તે પૌષ્ટિક તો છે પણ છતાં તેમાં થોડી માત્રામાં ઘી અને સાકરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભલે તમે તેને ઓછી માત્રામાં લેશો તો પણ જરૂર તેની અસર અદભૂત રહેશે કારણકે અખરોટમાં રહેલા ઓમેગા-૩ ફેટી એસિડની અસર નાના બાળકો અને ખાસ તો શરૂઆતના માસની સુવાવડી સ્ત્રીને તેના જરૂરી વિકાસ માટે તે ઉપયોગી છે. તે ઉપરાંત તેમાં વિપુલ પ્રમાણમાં રહેલા વિટામીન-ઇ શરીરને નુકશાન કરતાં ફ્રી રૅડિકલ્સ (free radicals)થી છુટકારો આપે છે. જો તમને આવી જ બીજી પૌષ્ટિક, કેલ્શિયમ અને પ્રોટીન થી ભરપૂર વાનગી જે સુવાવડ દરમિયાન લેવાની જરૂરત જણાય, તો મલ્ટીફ્લોર ઇડલી, કાબુલી ચણાની ટીક્કી, પનીર અને લીલા વટાણાના પરોઠા અને પાલક-મેથી અને મકાઇની સબ્જી જેવી વાનગીઓ પણ જરૂરથી અજમાવજો.

Walnut Sheera recipe - How to make Walnut Sheera in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૦.૭૫કપ માટે
મને બતાવો કપ

ઘટકો
૧ કપ ભુક્કો કરેલા અખરોટ
૨ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી
૧/૨ કપ દૂધ
૧/૪ કપ સાકર
૧/૪ ટીસ્પૂન એલચીનો પાવડર
કાર્યવાહી
    Method
  1. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં અખરોટ મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૫ મિનિટ સુધી રાંધી લો.
  2. તે પછી તેમાં દૂધ અને સાકર મેળવી, ધીમા તાપ પર સતત હલાવતા રહી ૫ મિનિટ સુધી રાંધી લો.
  3. હવે તાપ બંધ કરી લીધા પછી તેમાં એલચીનો પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી લો.
  4. માફકસર ગરમ પીરસો.
Nutrient values એક સર્વિંગ માટે

એર્નજી
૧૫૦ કૅલરી
પ્રોટીન
૨.૨ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૧૦.૨ ગ્રામ
ચરબી
૧૦.૯ ગ્રામ
કૅલ્શિયમ
૩૦.૯ મીલીગ્રામ

Reviews