You are here: Home > સાધનો > મિક્સર > તરબૂચ અને નાળિયેરના પાણીનું પીણું તરબૂચ અને નાળિયેરના પાણીનું પીણું - Watermelon and Coconut Water Drink તરલા દલાલ Post A comment 21 Jun 2017 This recipe has been viewed 1677 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD Watermelon and Coconut Water Drink - Read in English એક નવીન પ્રકારનું સંયોજન એટલે તરબૂચ અને નાળિયેર પાણીનું પીણું, જે તમને જોમ અને તાજગી આપવાની સાથે સ્વાદમાં વધારો કરી તમને ખુશ કરશે અને સાથે-સાથે શરીરના કોષોને પણ તાજગી આપશે. તરબૂચ એક ઠંડું ફળ છે અને જ્યારે તેમાં નાળિયેરનું પાણી મેળવવામાં આવે ત્યારે એક પ્રભાવશાળી પીણું તૈયાર થાય છે જે તમારા પેટના એસીડને સમતોલ કરશે. તરબૂચ અને નાળિયેરના પાણીના સંયોજનથી એક રંગીન અને સુગંધી પીણું બને છે, જેમાં નાળિયેરના પાણીના સ્વાદ સાથે જીરાની સુગંધ તમને પ્રફુલ્લીત કરી દેશે. આમ, સરવાળે તમને આ પીણું જરૂરથી ગમશે. તરબૂચ અને નાળિયેરના પાણીનું પીણું - Watermelon and Coconut Water Drink recipe in Gujarati Tags મિક્સરટાઈફોઈડ રેસિપિપોટેશિયમ યુક્ત રેસીપીનૉસીયાને કાબુમાં રાખવાનો આહાર હાટૅબનૅ માટેનો આહારમૉનિંગ સિકનેસને કાબુમાં રાખવાનો ઘર રેમેડિઝજ્યુસ અને પીણાં તૈયારીનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૧૫ મિનિટ    ૩ ગ્લાસ માટે મને બતાવો ગ્લાસ ઘટકો ૩ કપ મોટા ટુકડા કરીને બી કાઢેલું તરબૂચ૧ કપ નાળિયેરનું પાણી૧/૪ ટીસ્પૂન જીરા પાવડર૧/૪ ટીસ્પૂન ટીસ્પૂન મીઠું કાર્યવાહી Methodબધી વસ્તુઓ ભેગી કરી મિક્સરમાં ફેરવીને સુંવાળું પીણું તૈયાર કરો.તે પછી તેને ૩ ગ્લાસમાં સરખા ભાગે રેડી તરત જ પીરસો.