પાસ્તા ઇન વાઇટ સૉસ - White Sauce Pasta, Indian Style White Sauce Pasta

White Sauce Pasta, Indian Style White Sauce Pasta recipe In Gujarati

This recipe has been viewed 3551 times



વાઇટ સૉસનો સ્વાદ આમ તો સૌને ગમી જાય એવું છે. તે ફક્ત રાંધેલી ફ્યુસિલી માટે જ મુખ્ય પાયારૂપ નથી ગણાતું, પણ વિવિધ પ્રકારની રંગીન અને કરકરી શાકભાજી માટે પણ તેટલું જ મહત્વરૂપ છે. રંગીન સિમલા મરચાં, આકર્ષક બ્રોકલી અને કરકરા બેબી કોર્ન આ પાસ્તાને વિવિધરંગી તો બનાવે જ છે પણ સાથે એવા રૂચીકારક બનાવે છે કે તેને ખાવા માટે મન તરત જ લલચાઇ જાય. આ પાસ્તા ઇન વાઇટ સૉસને મસાલા અને સૂકા હર્બસ્ વડે એવા મજેદાર અને સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા છે કે તરત જ ખાઇ જવાની ઇચ્છા થઇ જાય.

White Sauce Pasta, Indian Style White Sauce Pasta recipe - How to make White Sauce Pasta, Indian Style White Sauce Pasta in gujarati

તૈયારીનો સમય: ૨૫ મિનિટ   બનાવવાનો સમય: ૮ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૩માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં દૂધ, મેંદો અને મીઠું મેળવી સારી રીતે ફીણી લો જેથી તેમાં ગાંગડા ન રહે. તે પછી તેને બાજુ પર રાખો.
  2. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  3. તેમાં પીળા, લાલ અને લીલા સિમલા મરચાં અને ઝૂકિની મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં બ્રોકોલી અને બેબી કોર્ન મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં દૂધ અને મેંદાનું મિશ્રણ, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ્, ચીઝ અને થોડું મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  6. છેલ્લે તેમાં ફ્યુસિલી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે ઉપર નીચે કરતાં રાંધી લો.
  7. ગાર્લિક બ્રેડ સાથે તરત જ પીરસો.

Reviews