વર્ષોથી ખાખરા એક આરોગ્યદાયક નાસ્તા માટે પ્રખ્યાત છે. તેનું કરકરૂપણું, સ્વાદ કે તેની ધીરેથી શેકવાની રીત, આપણે કહી નથી શકતા કે ખાખરા આટલા સ્વાદિષ્ટ કેમ બને છે. . . પણ તે હમેશાં એક ઉત્તમ નાસ્તો બને છે. આ ખાખરા બનાવવામાં ઘણો સમય લાગે છે પણ ફાઇબરથી ભરપૂર ઘઉં અને લોહતત્વથી ભરપૂર મેથીમાંથી બનતા અત્યંત આરોગ્યદાયક ખાખરા સમય કાઢીને જરૂર બનાવવા જેવા છે.
ઘઉં અને મેથીના ખાખરા - Whole Wheat and Methi Khakhra recipe in Gujarati
Method- એક બાઉલમાં ઘઉંનો લોટ, મેથી, તલ, તેલ અને મીઠું મેળવી જરૂરી પાણીની મદદથી નરમ કણીક તૈયાર કરો.
- કણિકનો ૧૦ સરખા ભાગ પાડી દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના પાતળા ગોળાકારમાં વણી લો.
- એક નૉન-સ્ટીક પૅનને ગરમ કરી, ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી ધીમા તાપ પર દરેક ખાખરા બન્ને બાજુ પર ગુલાબી ટપકાં પડે તે રીતે શેકી લો.
- મલમલના કપડાની મદદથી ખાખરાને એકસરખું દબાવી ધીમા તાપ પર ખાખરા કરકરા થાય અને તેની બન્ને બાજુએ બ્રાઉન રંગના ટપકાં પડે ત્યાં સુધી શેકી લો.
- નીચે ઉતારી ઠંડા પડવા દો.
- હવે તેને હવાબંધ ડબ્બામાં ભરી દો.
Nutrient values એક ખાખરા માટે
ઊર્જા
૩૭ કૅલરી
પ્રોટીન
૧.૦ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૪.૨ ગ્રામ
ચરબી
૧.૮ ગ્રામ
ફાઇબર
૦.૫ ગ્રામ
કૅલ્શિયમ
૨૮.૨ મીલીગ્રામ
લોહતત્વ
૦.૫ મીલીગ્રામ