હોલસમ ખીચડી - Wholesome Khichdi

Wholesome Khichdi recipe In Gujarati

This recipe has been viewed 1485 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Wholesome Khichdi - Read in English 


ખીચડી એક અતિ પ્રખ્યાત ઘર ઘરમાં બનતી ચોખાની વાનગી છે જેનો દુનીયાભરના બધા ભારતીઓ આનંદ માણતા હોય છે.

આમ જોવા જઇએ તો ખીચડીના ખૂબ બધા અલગ અલગ પ્રકાર અને વિવિધ નામ પણ હોય છે અને તે ઉપરાંત ચોખા અને મગની દાળના સંયોજન વડે બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે, પણ અંતમાં તો આ એવી વાનગી ગણી શકાય કે જે દરેક ઉમરલાયક લોકોને માફકરૂપ બને છે.

આમ તો ખીચડી એક એવી પ્રભાવસાળી વાનગી છે જે સવારના કે રાતના જમણમાં પીરસી શકાય અને જેનું જોડાણ વિવિધ વાનગી સાથે કરી શકાય. અહીં એક સુગંધી અને સંતોષકારક હોલસમ ખીચડી રજૂ કરવામાં આવી છે જેમાં વિવિધ પ્રકારના શાક અને મસાલાનું સંયોજન છે.

Wholesome Khichdi recipe - How to make Wholesome Khichdi in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   પલાળવાનો સમય:  ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે

ઘટકો
૧/૪ કપ ચોખા
૩/૪ કપ પીળી મગની દાળ
૧ કપ ખમણેલી દૂધી
૧ કપ ખમણેલા ગાજર
૧/૨ ટેબલસ્પૂન ઘી
૧ ટીસ્પૂન જીરૂ
એક ચપટીભર હીંગ
મરી
તમાલપત્ર
લવિંગ
૧/૨ ટીસ્પૂન હળદર
મીઠું , સ્વાદાનુસાર

પીરસવા માટે
તાજું દહીં
કાર્યવાહી
    Method
  1. ચોખા અને પીળી મગની દાળ સાફ કરી, ધોઇને ૧૫ મિનિટ સુધી જરૂરી પાણીમાં પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
  2. એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, કાળા મરી, તમાલપત્ર અને લવિંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  4. પછી તેમાં દૂધી અને ગાજર મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં પીળી મગની દાળ, ચોખા, હળદર, મીઠું અને ૩ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
  6. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
  7. આ ખીચડીને હલકા હાથે જેરી લો અને તાજા દહીં સાથે તરત જ પીરસો.

Reviews