આલુ અને શક્કરિયાનું ચાટ - Aloo Aur Shakarkand ki Chaat

Aloo Aur Shakarkand ki Chaat recipe In Gujarati

This recipe has been viewed 3068 times

Aloo Aur Shakarkand ki Chaat - Read in English 


વધુ પડતા લોકો શક્કરિયાને બહુ રસપ્રદ ભાજી નથી ગણતા, પણ ઉપવાસના દીવસોમાં તેને છોલી લીધા પછી બાફીને અથવા બેક કરીને ખાવામાં આવે છે. આ વાનગી એક સરસ ઉદાહરણ છે કે કેવી રીતે સૌમ્ય બટાટા અને શક્કરિયા મેળવીને એક મજેદાર ચાટ બનાવી શકાય છે.

આલુ અને શક્કરિયાનું ચાટ - Aloo Aur Shakarkand ki Chaat recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪પ્લેટ માટે
મને બતાવો પ્લેટ

ઘટકો
કાર્યવાહી
  Method
 1. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં બટાટા અને શક્કરિયા મેળવી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ અથવા તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
 2. તાપ પરથી નીચે ઉતારી તેના ૪ સરખા ભાગ પાડો.
 3. આ તૈયાર થયેલા મિશ્રણનો એક ભાગ પીરસવાની ડીશમાં મૂકી તેની પર ૧ ૧/૨ ટેબલસ્પૂન ખજુર-આમલીની ચટણી, ૧ ટેબલસ્પૂન લીલી ચટણી અને ૧/૪ કપ દહીં સરખી રીતે પાથરી લો.
 4. તે પછી તેની પર સંચળ, જીરા પાવડર, મરચાં પાવડર અને મીઠું છાંટી લો.
 5. રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે બાકીની ૩ ડીશ પણ તૈયાર કરી લો.
 6. કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.

હાથવગી સલાહ:

  હાથવગી સલાહ:
 1. બટાટા અને શક્કરિયાને જ્યારે બાફવા મૂકો ત્યારે પાણીમાં થોડું મીઠું ઉમેરવાનું યાદ રાખશો.

Reviews