બેક્ડ કંદ | Baked Kand

એક અલગ પ્રકારની પધ્ધતિ દ્વારા તૈયાર થતું આ આકર્ષક બેક્ડ કંદ બહુ થોડા સમયમાં તૈયાર થઇ જાય છે. લીલા વટાણાના મિશ્રણ અને ઉપરથી રેડેલા નાળિયેરના સૉસ વડે બેક કરેલા કંદની બનાવટ એટલી સુંદર લાગશે કે ખાવાની લાલચને રોકી નહીં શકશો અને જ્યારે તમે કંદનો એક ટુકડો તમારા મોઢામાં મૂકશો ત્યારે તેનો સ્વાદ તમને અદભૂત અનુભવ કરાવશે. આ કંદ જ્યારે તમે તમારા મહેમાનોને ચખાડશો ત્યારે તમારા વખાણની સીમા નહીં રહે.

Baked Kand recipe In Gujarati

This recipe has been viewed 1656 times

Baked Kand - Read in English 


બેક્ડ કંદ - Baked Kand recipe in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૨૦૦˚ સે (૪૦૦˚ ફે)   બેકિંગનો સમય:  ૧૫ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય :     ૫માત્રા માટે

ઘટકો

બેક્ડ કંદ ની રેસીપી બનાવવા માટે
૧૨ બાફેલા કંદની સ્લાઇસ

લીલા વટાણાના મિશ્રણ માટે
૧ કપ બાફીને અર્ધકચરા કરેલા લીલા વટાણા
૧ ટેબલસ્પૂન તેલ
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન લીંબુનો રસ
૧/૨ ટીસ્પૂન સાકર
૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
ચપટીભર હીંગ
મીઠું , સ્વાદાનુસાર

લીલી ચટણી તૈયાર કરવા માટે (જરૂરી પાણી ઉમેરીને તૈયાર કરવી)
૩/૪ કપ સમારેલી કોથમીર
૩ લીલા મરચાં , સમારેલા
૩ ટેબલસ્પૂન ખમણેલું તાજું નાળિયેર
૩/૪ ટીસ્પૂન સાકર
૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ
મીઠું , સ્વાદાનુસાર

નાળિયેરના સૉસ માટે
૩/૪ કપ નાળિયેરનું દૂધ
૧ ટીસ્પૂન જીરૂં
૨ ટેબલસ્પૂન લીલી ચટણી
૧/૨ ટીસ્પૂન સાકર
૧ ટીસ્પૂન ઘી
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
લીલા વટાણાના મિશ્રણ માટે

  લીલા વટાણાના મિશ્રણ માટે
 1. એક ખુલ્લા પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લીલા વટાણા, કોથમીર, લીલા મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, સાકર અને હીંગ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધીને બાજુ પર રાખો.

નાળિયેરના સૉસ માટે

  નાળિયેરના સૉસ માટે
 1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂં મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
 2. તે પછી તેમાં તૈયાર કરેલી ચટણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
 3. તે પછી તેમાં નીળિયેરનું દૂધ, સાકર અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 4. તે પછી તેને બાજુ પર રાખો.

બેક્ડ કંદ ની રેસીપી બનાવવા માટે આગળની રીત

  બેક્ડ કંદ ની રેસીપી બનાવવા માટે આગળની રીત
 1. એક બેકીંગ ડીશમાં કંદની અડધી સ્લાઇસ ગોઠવી તેની પર લીલા વટાણાનું મિશ્રણ પાથરી લો.
 2. તેની પર બાકી રહેલી કંદની સ્લાઇસ ગોઠવી તેની પર નાળિયેરનું સૉસ રેડી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦˚ સે (૪૦૦˚ ફે) તાપમાન પર ૧૦ મિનિટ સુધી બેક કરી લો.
 3. ગરમા ગરમ પીરસો.

Reviews