કેળા અને ઓટસ્ નું સ્મૂધી | Banana Oats Smoothie ( Burgers and Smoothie Recipe)

કેળા અને ઓટસ્ નું સ્મૂધીનું નામ વાંચતા જ તમને સમજ પડી જશે કે આ પીણું સવારના નાસ્તા માટે અત્યંત ઉત્તમ પસંદગી છે. કેળા, ઑટસ્, અળસી, દહીં અને મધ (સાકરની બદલીમાં) નો ઉપયોગ આ પીણાંની પૌષ્ટિક્તામાં અદભૂત વધારો કરે છે.

કેળા અને ઓટસ્ નું સ્મૂધી - Banana Oats Smoothie ( Burgers and Smoothie Recipe) in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨મોટા ગ્લાસ માટે
મને બતાવો મોટા ગ્લાસ

ઘટકો
૧ કપ ઠંડા અને સમારેલા કેળા
૧/૨ કપ કવિક કુકીંગ રોલ્ડ ઑટસ્
૧ કપ તાજું ઠંડું દહીં
૨ ટેબલસ્પૂન મધ
૨ ટેબલસ્પૂન અળસી
૧/૨ કપ બરફના ટુકડા
કાર્યવાહી
    Method
  1. એક મિક્સરના જારમાં દહીં, મધ, કેળા, ઑટસ્, અળસી અને બરફના ટુકડા મેળવી મિક્સરમાં ફેરવી સુંવાળું ફીણદાર મિશ્રણ તૈયાર કરો.
  2. આ મિશ્રણને ૨ ગ્લાસમાં સપ્રમાણ રેડી લો.
  3. તરત જ પીરસો.

Reviews