જવ અને મગની દાળની ખીચડી ની રેસીપી | Barley and Moong Dal Khichdi

ધમાલીયા જીવનમાં આ ખીચડી શારીરિક અને માનસિક સુખ આપે એવી છે. ઘરના જમણમાં ખીચડી સંતોષ આપે એવી વાનગી છે. અહીં અમે ખીચડીને નવા સ્વરૂપે બનાવવાની રીત રજૂ કરી છે, જેમાં ફાઇબરયુક્ત જવનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ચોખાના બદલે જવની સાથે મગની દાળ અને માફક આવે એવા સૌમ્ય મસાલા વડે બનતી આ ખીચડી તમને લાંબો સમય સુધી સંતોષ આપે એવી તૈયાર થાય છે કારણકે તે ફાઈગર ધરાવે છે.

જવ શરીરમાં કોલેસ્ટ્રોલને દાબમાં રાખી વજનને પણ દાબમાં રાખવામાં મદદરૂપ થાય છે અને તેથી અમે તેમાં ઘીના બદલે હ્રદયને માફક આવે એવા જેતૂનના તેલનો ઉપયોગ કર્યો છે. બનાવવામાં અતિ સરળ એવી આ જવ અને મગની ખીચડી દહીં સાથે તમે જો એક બાઉલ જેટલી ખાશો તો સંપૂર્ણ ભોજનનો અહેસાસ મળશે.

જવ અને મગની દાળની ખીચડી ની રેસીપી - Barley and Moong Dal Khichdi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

જવ અને મગની દાળની ખીચડી ની રેસીપી બનાવવા માટે
૧/૨ કપ જવ, ૩૦ મિનિટ પલાળીને નિતારી લીધેલા
૧ કપ પીળી મગની દાળ
૨ ટીસ્પૂન જેતૂનનું તેલ
૧/૨ ટેબલસ્પૂન જીરૂં
૧/૪ ટીસ્પૂન હીંગ
૧/૪ ટેબલસ્પૂન હળદર
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું, સ્વાદાનુસાર

જવ અને મગની દાળની ખીચડી ની સાથે પીરસવા માટે
લો ફૅટ દહીં
કાર્યવાહી
    Method
  1. જવ અને મગની દાળની ખીચડી ની રેસીપી બનાવવા માટે, એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં મેળવો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને હળદર મેળવી ૧૦ સેકંડ સુધી મધ્ય તાપ પર સાંતળી લો.
  3. તેમાં લીલા મરચાં મેળવીને મધ્યમ તાપ પર થોડી સેકંડ સાંતળી લો.
  4. તેમાં જવ, પીળી મગની દાળ, મીઠું અને ૪ કપ પાણી મેળવીને મિક્સ કરી લો અને પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
  5. પ્રેશર કુકરનું ઢાંકણું ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
  6. લો ફૅટ દહીં સાથે તરત જ પીરસો.

Reviews