બીટ અને તલની રોટી - Beetroot and Sesame Roti

Beetroot and Sesame Roti recipe In Gujarati

This recipe has been viewed 5117 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

बीटरुट एण्ड सेसमे रोटी - हिन्दी में पढ़ें - Beetroot and Sesame Roti In Hindi 
Beetroot and Sesame Roti - Read in English 


બીટના ગુલાબી રંગનો આભાસ અને તલનો ચટાકેદાર સ્વાદ આ રંગબેરંગી રોટીની ખાસિયત છે અને ધાણા પાવડર અને લાલ મરચાંનો પાવડર તેની સોડમમાં વધારો કરે છે. બીટ અને તલની રોટી, ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે એક આદર્શ નાસ્તો છે કારણકે તે બનાવતી વખતે રસોડું બહુ ગંદું પણ નથી થતું અને તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે.

બીટ અને તલની રોટી - Beetroot and Sesame Roti recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૮રોટી માટે
મને બતાવો રોટી

ઘટકો
૧/૪ કપ બાફી , છોલીને ખમણેલા બીટ
૧ ટેબલસ્પૂન તલ
૧/૨ કપ ઘઉંનો લોટ
૨ ટીસ્પૂન તેલ
૧/૪ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧/૨ ટીસ્પૂન ધાણા પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
ચપટીભર હીંગ
મીઠું , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ , વણવા માટે
૨ ટીસ્પૂન તેલ , શેકવા માટે
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, બહુ થોડું પાણી ઉમેરી, મસળીને નરમ કણિક બનાવો.
  2. કણિકના ૮ સરખા ભાગ પાડી દરેક ભાગને થોડા ઘઉંના લોટની મદદથી ૧૦૦ મી. મી. (૪”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી રોટીની બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  4. રોટીઓને એકદમ ઠંડી થવા દો.

કેવી રીતે ટિફિનમાં પૅક કરશો

    કેવી રીતે ટિફિનમાં પૅક કરશો
  1. અલ્યૂમિનિયમ ફોઇલમાં લપેટી ટિફિનમાં પૅક કરો.
Nutrient values એક રોટી માટે

ઊર્જા
૫૫ કૅલરી
પ્રોટીન
૧.૧ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૫.૪ ગ્રામ
ચરબી
૩.૨ ગ્રામ
લોહતત્વ
૦.૫ મીલીગ્રામ
કૅલ્શિયમ
૨૨.૨ મીલીગ્રામ

Reviews

બીટ અને તલની રોટી
 on 18 Jul 16 04:52 PM
5

When my family is bored of eating theplas, I often make this recipe, they stay fresh in an air-tight container for atleast 2 days..