બીટ, કાકડી અને ટમેટાનું રાઈતું | Beetroot Cucumber and Tomato Raita

પૌષ્ટિક, સ્વાદીષ્ટ અને ખુશ્બુદાર આ રાઇતામાં વિવિધતા પણ ઘણી છે. કોથમીર અને લીલા મરચાંનો સ્વાદ, કરકરા સીંગદાણા અને નાળિયેર આ બીટ, કાકડી અને ટમેટાનાં રાઇતામાં ખૂબ જામે છે. ઉપરથી જીરા અને હીંગનો વઘાર તેને વધુ મોહક રૂપ આપે છે.

બીજા રાઈતા પણ અજમાવો, તે છે કાળી દ્રાક્ષનું રાઈતું , સૂરણનું રાઈતું અને કેરીનું રાઈતું .

Beetroot Cucumber and Tomato Raita recipe In Gujarati

This recipe has been viewed 9137 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

बीटरुट, कुकुम्बर एण्ड टमॅटो रायता - हिन्दी में पढ़ें - Beetroot Cucumber and Tomato Raita In Hindi 


બીટ, કાકડી અને ટમેટાનું રાઈતું - Beetroot Cucumber and Tomato Raita recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧/૪ કપ બાફી , છોલીને સમારેલું બીટ
૧/૨ કપ સમારેલી કાકડી
૧/૨ કપ સમારેલા ટમેટા
૧ ૧/૪ કપ જેરી લીધેલી દહીં
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન પીસેલી સાકર
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરું
ચપટીભર હીંગ
૩ ટેબલસ્પૂન સમારેલી મગફળી
૧/૪ કપ તાજું ખમણેલું નાળિયેર
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બીટ, કાકડી, ટમેટા, દહીં, મીઠું, સાકર અને લીલા મરચાં ભેગા કરીને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  2. એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાંખો.
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ મેળવી મધ્યમ તાપ પર ૧૫ સેકંડ સુધી સાંતળી લો.
  4. આ વઘારને તૈયાર કરેલા રાઇતા પર રેડી સારી રીતે મિક્સ કરી લો.
  5. પછી તેમા મગફળી, નાળિયેર અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  6. આ રાઇતાને રેફ્રીજરેટરમાં ઓછામાં ઓછો ૧ કલાક રાખી મૂકો.
  7. ઠંડું પીરસો.

Reviews

બીટ, કાકડી અને ટમેટાનો રાઇતો
 on 09 Jul 16 04:24 PM
5

Looks yummy and colourful recipe. Will give a try in couple of days. Thanks for various salad recipes.A must try raita.