બ્રેડ ઉત્તાપમ | Bread Uttapam Recipe, Instant Breakfast

Bread Uttapam Recipe, Instant Breakfast In Gujarati

This recipe has been viewed 2881 timesએકાએક તમને કંઇ ગરમ નાસ્તો ખાવાની તીવ્ર ઇચ્છા થઇ આવે, પણ પછી યાદ આવે કે તેના માટેની કોઇ આગળથી તૈયારી તો કરી જ નથી, એવા વખતે જો ગરમ અને સુંવાળા ઉત્તાપા ખાવાની ઇચ્છા થાય તો તે માટે ખીરૂં તો હાજર હોવું જોઇએ.

અહીં તમારી આ તકલીફ દૂર કરવા રવા તથા બ્રેડનું ખીરૂં તૈયાર કરી ઇન્સટંટ બ્રેડ ઉત્તાપમ બનાવવાની રીત રજૂ કરી છે. આ ખીરાનો સ્વાદ અસલ ઉત્તાપા જેવો જ છે, તે ઉપરાંત તે બનાવવામાં સરળ અને ઝડપી છે અને તેમાં કોઇ વસ્તુ પલાળવાની કે આથો આવવાની ક્રીયા માટે સમય બગાડવો પણ પડતો નથી.

અહીં અમે આ બ્રેડ ઉત્તાપાને વધુ આકર્ષક બનાવવા તેમાં રસદાર અને કરકરા શાક ઉમેર્યા છે અને સાથે લીલા મરચાં અને આદૂ તેને સૌમ્ય તીખાશ આપે છે.

વધેલા બ્રેડનો ઉપયોગ કરવા માટે આ વાનગી ઉપયુક્ત છે ઉપરાંત અચાનક આવી ચડેલા મહેમાનો માટે ઝટપટ નાસ્તો તૈયાર કરવા માટે પણ એટલી જ ઉપયોગી છે.

આ ઉત્તાપા ચટપટી લીલી ચટણી અને સાંભર સાથે તરત જ પીરસીને મહેમાનોને ખુશ કરી દો. અનિયન-ટમેટા રવા ઉત્તાપા અને ઓટસ્ મટર ઢોસા પણ અજમાવો.

બ્રેડ ઉત્તાપમ - Bread Uttapam Recipe, Instant Breakfast in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૯ ઉત્તાપા માટે
મને બતાવો ઉત્તાપા

ઘટકો
બ્રેડની સ્લાઇસ , ટુકડા કરેલી
૧/૪ કપ રવો
૩ ટેબલસ્પૂન મેંદો
૧/૪ કપ દહીં
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૪ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૪ કપ ઝીણા સમારેલા સિમલા મરચાં
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
૨ ૧/૪ ટીસ્પૂન તેલ
૪ ૧/૨ ટીસ્પૂન તેલ, રાંધવા માટે

પીરસવા માટે
લીલી ચટણી
કાર્યવાહી
    Method
  1. મિક્સરની જારમાં બ્રેડના ટુકડા, રવો, મેંદો, દહીં અને લગભગ ૩/૪ કપ પાણી મેળવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
  2. આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી લીધા પછી તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
  3. હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, તેની પર થોડું પાણી છાંટી (તેનો તરત જ છમ અવાજ આવશે) કપડા વડે સાફ કરી લો. તે પછી તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડી લો.
  4. હવે તેની પર એક ચમચા જેટલું ખીરૂં રેડીને ૧૨૫ મી. મી. (૫”)ના વ્યાસનો જાડો ગોળાકાર બનાવી લો.
  5. તે પછી તેની કીનારીઓ પર ૧/૪ ટીસ્પૂન તેલ પાથરી મધ્યમ તાપ પર ઉત્તાપાને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
  6. રીત ક્રમાંક ૩ થી ૫ મુજબ વધુ ૮ ઉત્તાપા તૈયાર કરો.
  7. લીલી ચટણી સાથે તરત જ પીરસો.

Reviews