બ્રોકલીના પરોઠા ની રેસીપી - Broccoli Paratha ( Tiffin Treats)

Broccoli Paratha ( Tiffin Treats) recipe In Gujarati

This recipe has been viewed 1402 timesઆ બ્રોકલીના પરોઠા એવા ખુશ્બુદાર બને છે કે તમારા બાળકો તેની સાથે બીજી કોઇ પણ ખાવાની વસ્તુની માંગણી નહીં કરે કારણકે તેમાં મેળવેલા મસાલા, સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ અને મરીનો સ્વાદ બધાને ભાવે એવા સ્વાદિષ્ટ પરોઠા છે.

પરોઠાની ખુશ્બુ તો તમે જ્યારે તે તાજા પીરસસો ત્યારે જ માણવા જેવી છે અને નસીબજોગે આ ખુશ્બુ તમારા ટીફીન બોક્ષમાં પણ ૪ થી ૫ કલાક સુધી તાજગી જળવાઇ રહે છે. તેથી આ પરોઠાને તાજા-તાજા નાસ્તામાં કે શાળા પછી ઘરે આવેલા બાળકોને ક્યારેક પીરસસો તો તેમને પણ જરૂર ગમી જશે.

ટીફીનમાં આ પરોઠા સાથે થર્મોસમાં લીંબુ પાણી ભરીને મોકલશો તો ઠંડા લીંબુ પાણી સાથે આ પરોઠાનો સ્વાદ ઓર મજેદાર લાગશે.

બ્રોકલીના પરોઠા ની રેસીપી - Broccoli Paratha ( Tiffin Treats) recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૫ પરોઠા માટે
મને બતાવો પરોઠા

ઘટકો

બ્રોકલીના પરોઠા ની રેસીપી બનાવવા માટે
૧/૨ કપ સમારીને અર્ધ ઉકાળીને પ્યુરી કરેલી બ્રોકલી
૧ કપ ઘઉંનો લોટ
૧ ટીસ્પૂન સૂકા મિક્સ હર્બસ
૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્
મીઠુંઅને તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ, વણવા માટે
તેલ, રાંધવા માટે
કાર્યવાહી
    Method
  1. બ્રોકલીના પરોઠા ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૧૨ સરખા ભાગ પાડી લો.
  3. હવે એક ભાગને વણીને ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણી લો.
  4. હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી મધ્યમ તાપ પર થોડા તેલ વડે પરોઠા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  5. રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ બીજા ૧૪ પરોઠા તૈયાર કરી લો.

ટીફીન બોક્ષમાં ભરવાની રીત

    ટીફીન બોક્ષમાં ભરવાની રીત
  1. પરોઠાને સંપૂર્ણ ઠંડા પાડીને એલ્યુમિનિયમ ફોઇલમાં વીંટાળી હવા બંધ ટીફીનમાં ભરી લેવા.

Reviews