કૂટીના દારાના ઢોસા ની રેસીપી | Buckwheat Dosa

આજે તમને ઢોસા ખાવાની ઇચ્છા થઇ છે પણ ઘરમાં આથો તો તૈયાર નથી? ચિંતા ન કરો અને આ કૂટીના દારા અને અડદની દાળ વડે બનતા ઢોસા ઝટપટ તૈયાર કરી શકાય એવા છે. નવીનતા જેવી વાત તો એ છે કે અહીં કૂટીના દારાનો પાવડર વાપરવામાં આવ્યો છે અને તેમાં વઘાર ઉમેરીને ખીરૂં તૈયાર કરવામાં આવ્યું છે જેના વડે તમે તરત જ મજેદાર ઢોસા તૈયાર કરી શકશો. આ કૂટીના દારાના ઢોસા તમને મનગમતી ચટણી અને મુખ્યત્વ લીલી ચટણી સાથે તવા પરથી ઉતારીને ગરમ-ગરમ ખાવાની મજા ઓર જ મળશે.

Buckwheat Dosa recipe In Gujarati

કૂટીના દારાના ઢોસા ની રેસીપી - Buckwheat Dosa recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૯ઢોસા માટે
મને બતાવો ઢોસા

ઘટકો

કૂટીના દારાના ઢોસા ની રેસીપી બનાવવા માટે
૧ કપ કૂટીનો દારો
૧ ટેબલસ્પૂન અડદની દાળ
૧ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન રાઈ
૧/૪ ટીસ્પૂન હીંગ
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર

અન્ય સામગ્રી
તેલ , ચોપડવા તથા રાંધવા માટે

પીરસવા માટે
લીલી ચટણી
કાર્યવાહી
    Method
  1. કૂટીના દારાના ઢોસા ની રેસીપી બનાવવા માટે, મિક્સરની જારમાં કૂટીનો દારો તથા અડદની દાળ મેળવીને પીસીને ઝીણો પાવડર તૈયાર કરી લો.
  2. હવે આ પાવડરને એક ઊંડા બાઉલમાં કાઢી બાજુ પર રાખો.
  3. એક નાના પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ મેળવો.
  4. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  5. આ તૈયાર કરેલા વધારની સાથે લીલા મરચાં, કોથમીર અને મીઠું તથા ૨ કપ પાણી સાથે તૈયાર કરેલા લોટના બાઉલમાં મિક્સ કરી સુંવાળુ ખીરૂં તૈયાર કરો.
  6. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું તેલ ચોપડી લો.
  7. આ તવા પર ૧/૨ કપ ખીરૂં ગોળાકારમાં પાથરી થોડું તેલ ચીલના કાણાઓમાં રેડી ઢોસા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
  8. રીત ક્રમાંક ૭ મુજબ બીજા ૮ ઢોસા તૈયાર કરી લો.
  9. લીલી ચટણી સાથે તરત જ પીરસો.

Reviews