કુટ્ટીના દારાની ખીચડી, ફરાળી વાનગી | Buckwheat Khichdi, Farali Kutto Khichdi Recipe, Vrat Recipe, Fasting Recipe

આ કુટ્ટીના દારાની ખીચડીને જ્યારે તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે રોજના જમણમાં પણ ફરાળી વાનગીઓ લહેજતદાર અને વધુ સુગંધી બની શકે છે.

તલ અને કોથમીર વડે સજાવેલી આ ખીચડી જાણે આઇસિંગ પર મૂકેલી ચેરી જેવા લાગશે અને તે આ ખીચડીની સુગંધ અને સ્વાદમાં પણ વધારો કરે છે. જ્યારે તમે આ ખીચડી બનાવવા માંડશો ત્યારે તમને લાગશે કે આ ચીકણા કુટ્ટીના દારાની સાથે ઘટ્ટ દહીંનું સંયોજન કેવું બનશે, પણ ચીંતા છોડો અને જુઓ ખીચડી કેવી તૈયાર થાય છે.

આ સુંદર ખીચડી સાથે મગફળીવાળી કઢીનો સ્વાદ જ્યારે તમે માણશો ત્યારે ધરાઇને ખાઇ જશો એમાં બે મત નહીં રહે. બીજી પ્રખ્યાત ફરાળી ખીચડી પણ અજમાવો જેમ શક્કરિયાની ખીચડી અને સાબુદાણાની ખીચડી.

Buckwheat Khichdi, Farali Kutto Khichdi Recipe, Vrat Recipe, Fasting Recipe In Gujarati

This recipe has been viewed 7489 times

कुट्टु की खिचड़ी रेसिपी | फराली कुट्टु खिचड़ी | स्वस्थ कुट्टु की खिचड़ी | - हिन्दी में पढ़ें - Buckwheat Khichdi, Farali Kutto Khichdi Recipe, Vrat Recipe, Fasting Recipe In Hindi 


કુટ્ટીના દારાની ખીચડી, ફરાળી વાનગી - Buckwheat Khichdi, Farali Kutto Khichdi Recipe, Vrat Recipe, Fasting Recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૨ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય :     ૨ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ કપ કુટ્ટીનો દારો
૧/૨ કપ દહીં
૧ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂ
૧/૨ કપ કાચા બટાટાના ટુકડા
૧ ટેબલસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
સિંધવ મીઠું , સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન શેકીને પાવડર બનાવેલી મગફળી
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન શેકેલા તલ

પીરસવા માટે
મગફળીની કઢી
કાર્યવાહી
    Method
  1. કુટ્ટીના દારાને સાફ કરી, ધોઇને જરૂરી પાણી સાથે ૨ કલાક પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
  2. એક ઊંડા બાઉલમાં ૧ ૧/૨ કપ પાણી સાથે દહીં મેળવીને સારી રીતે જેરી લીધા પછી બાજુ પર રાખો.
  3. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ ઉમેરો.
  4. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં બટાટા મેળવી સારી રીતે મિક્સ કરી, પૅનને ઢાંકીને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ અથવા બટાટા અડધા રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. તે પછી તાપ ઓછું કરી તેમાં આદૂ-લીલા મરચાંની પેસ્ટ, કુટ્ટીનો દારો, દહીં-પાણીનું મિશ્રણ અને સિંધવ મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, પૅનને ઢાંકી, તાપ ઓછું કરીને વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૫ થી ૬ મિનિટ સુધી રાંધી લો.
  6. છેલ્લે તેમાં મગફળી અને લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
  7. કોથમીર અને તલ વડે સજાવીને મગફળીની કઢી સાથે તરત જ પીરસો.

Reviews