બટરસ્કોચ આઈસ્ક્રીમ રેસીપી | બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત | હોમમેડ આઈસ્ક્રીમ | Butterscotch Ice Cream

બટરસ્કોચ આઈસ્ક્રીમ રેસીપી | બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત | હોમમેડ આઈસ્ક્રીમ | butterscotch ice cream in gujarati |

હા, હંમેશાં લોકપ્રિય બટરસ્કોચ આઈસ્ક્રીમ કેવી રીતે બનાવવું તે અહીં તમને જણાવવામાં આવ્યું છે! બાળકો અને પુખ્ત વયના લોકો દ્વારા એકસરખું પસંદ કરવામાં આવે છે, આ સમૃદ્ધ આઇસક્રીમનો મીઠો ક્રનચ અને પ્રિલીનના ભૂકાનુ અદ્ભુત રીતે સંતુલિત થાય છે. કાજુ અને સાકરથી બનેલી આ પ્રાલીન , આઈસ્ક્રીમને એક મનોરંજક ટેક્સચર અને સમૃદ્ધ સ્વાદ આપે છે. આ આઈસ્ક્રીમનો આનંદ ધીમે થી અને સ્થિર થઈને કરો.

Butterscotch Ice Cream recipe In Gujarati

બટરસ્કોચ આઈસ્ક્રીમ રેસીપી | બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત | હોમમેડ આઈસ્ક્રીમ - Butterscotch Ice Cream recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

આઈસ્ક્રીમ માટે
૨ ૧/૨ કપ દૂધ
૧/૨ કપ કન્ડેન્સ્ડ મીલ્ક
૧/૪ કપ પીસેલી સાકર
૧/૪ કપ દૂધનો પાવડર
૧ ૧/૨ ટીસ્પૂન બટરસ્કૉચનું ઍસન્સ

પ્રાલીન માટે
૧/૨ કપ સાકર
૧/૨ કપ કાજૂનો પાવડર
૧ ટીસ્પૂન માખણ
તેલ , ચોપડવા માટે
કાર્યવાહી
પ્રાલીન બનાવવા માટે

  પ્રાલીન બનાવવા માટે
 1. એક પહોળો નૉન-સ્ટીક પેનમાં સાકરને ગરમ કરો અને મધ્યમ તાપ પર સતત હલાવતા રહીને ૫ થી ૭ મિનિટ સુધી અથવા સાકપ ઓગળી જાય ત્યાં સુધી રાંધી લો.
 2. ગેસ પરથી ઉતારી લો, કાજુ અને માખણ નાખો અને બરાબર મિક્સ કરો.
 3. એક તેલ ચોપડેલી ફ્લેટ સપાટી પર મિશ્રણને ફેલાવો અને તેને ઠંડુ અને સખત થવા દો.
 4. તેને પેલેટ ચાકુનો ઉપયોગ કરીને કાઢી લો અને મોર્ટાર-પેસ્ટલ (ખલબત્તા) નો ઉપયોગ કરીને તેનો પાવડર બનાવો. એક બાજુ રાખો.

આઇસક્રીમ બનાવવા માટે

  આઇસક્રીમ બનાવવા માટે
 1. બટરસ્કૉચનું ઍસન્સ સિવાયની તમામ સામગ્રીને ભેગી કરો અને હ્વિસ્કની મદદથી કોઈ ગઠ્ઠો ન રહે ત્યાં સુઘી મિક્સ કરી લો.
 2. એક નૉન-સ્ટીક પેનમાં બોઇલ આવવા દો અને સતત હલાવતા રહીને ૭ મિનિટ માટે ઉકાળો.
 3. સંપૂર્ણપણે ઠંડુ કરો, બટરસ્કૉચનું ઍસન્સ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો.
 4. મિશ્રણને છીછરા એલ્યુમિનિયમના કન્ટેનરમાં રેડવું. એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફરી ફ્રીજરમાં ૬ કલાક સુધી અથવા તો તે થોડું જામી જાય ત્યાં સુધી રાખી મૂકો.
 5. મિશ્રણને ફ્રીઝરમાંથી કાઢી મિક્સરમાં નાખો અને સુંવાળું થવા સુધી પીસી લો.
 6. તૈયાર કરેલી પ્રાલીન ઉમેરો અને બરાબર મિક્સ કરો.
 7. હવે ફરીથી એજ એલ્યુમિનયમના છીછરા વાસણમાં આ મિશ્રણને રેડી, તેને એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફરી ફ્રીજરમાં ૧૦ કલાક અથવા તો તે બરોબર જામીને આઇસક્રીમ બને ત્યાં સુધી રાખી મૂકો.
 8. બટરસ્કોચ આઈસ્ક્રીમને સ્કૂપ કરો અને પીરસો.

Reviews