ચીકુ ઍન્ડ નટ મિલ્કશેક | Chickoo and Nut Milkshake

ચીકુ ઍન્ડ નટ મિલ્કશેક એક શક્તિદાયક અને પ્રોટીનયુક્ત પીણું છે જેમાં અદભૂત સામગ્રીનું સંયોજન છે, જેનો સ્વાદ આશ્ચર્યજનક છે. બાળકોને દિવસભર સક્રિય રહેવા માટે સતત ઊર્જાની જરૂર પડે છે.

આ શક્તિદાયક પીણાંમાં ચીકુ, દૂધ, કાજૂ અને અખરોટનું સંયોજન છે. ચીકુ દ્વારા મગજના કોષોને કાર્બોહાઈડ્રેટ (ગ્લુકોઝ) મળી રહે છે, જ્યારે દૂધમાં કૅલ્શિયમ અને અખરોટમાં પ્રોટીન તથા ઓમેગા-3 ફૈટી ઍસિડ હોય છે, જે શરીરને તંદુરસ્ત અને મગજના કોષોને શક્તિ પૂરી પાડે છે.

Chickoo and Nut Milkshake recipe In Gujarati

This recipe has been viewed 2411 times

चिकू और नटस् का मिल्कशेक - हिन्दी में पढ़ें - Chickoo and Nut Milkshake In Hindi 
Chickoo and Nut Milkshake - Read in English 


ચીકુ ઍન્ડ નટ મિલ્કશેક - Chickoo and Nut Milkshake recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૫ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો
૨ કપ ચીકુના ટુકડા
૨ ટેબલસ્પૂન સમારેલા કાજૂ
૩ કપ ઠંડું દૂધ
૨ ટેબલસ્પૂન સાકર

સજાવવા માટે
૨ ૧/૨ ટેબલસ્પૂન સમારેલા અખરોટ
કાર્યવાહી
    Method
  1. મિક્સરમાં દૂધ, ચીકુ, કાજૂ અને સાકર મેળવી સુંવાળું મિલ્કશેક તૈયાર કરો.
  2. તેને ૫ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી લો.
  3. દરેક ગ્લાસને ૧/૨ ટેબલસ્પૂન અખરોટ વડે સજાવીને તરત જ પીરસો.
Nutrient values 

ઊજા
૧૯૭ કૅલરી
પ્રોટીન
૪.૧ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૨૧.૩ ગ્રામ
ચરબી
૯.૩ ગ્રામ
કૅલ્શિયમ
૧૪૨.૮ મીલીગ્રામ

Reviews