નાળિયેર અને મગફળીનું સૂપ | કોકો પીનટ સૂપ | Coco Peanut Soup

નાળિયેર અને મગફળીનું સૂપ | કોકો પીનટ સૂપ | Coco Peanut Soup recipe in gujarati |

કેટલેક અંશે નવું લાગે એવું આ નાળિયેરના દૂધનું અને મગફળીનું સંયોજન એક સંપૂર્ણ સૂપ છે, જેમાં કાકડી અને ટમેટાનો પણ ઉમેરો કરવામાં આવ્યું છે. થોડું જીરૂ, લીલા મરચાં અને તાજી કોથમીર આ નાળિયેર અને મગફળીના સૂપની ખુશ્બુ વધારે છે, જે તમને લાંબા સમય સુધી યાદ રહેશે.

Coco Peanut Soup recipe In Gujarati

This recipe has been viewed 3032 times
5/5 stars  100% LIKED IT   
3 REVIEWS ALL GOOD

कोको पीनट सूप - हिन्दी में पढ़ें - Coco Peanut Soup In Hindi 
Coco Peanut Soup - Read in English 


નાળિયેર અને મગફળીનું સૂપ | કોકો પીનટ સૂપ | - Coco Peanut Soup recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ ૧/૨ કપ નાળિયેરનું દૂધ
૧/૨ કપ જાડી ભૂક્કો કરેલી મગફળી
૨ ટેબલસ્પૂન ચણાનો લોટ
૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂ
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા મરચાં
૧/૪ કપ ઝીણી સમારેલી કાકડી
૧/૪ કપ ઝીણા સમારેલા ટોમેટા
મીઠું , સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં નાળિયેરનું દૂધ અને ચણાનો લોટ મિક્સ કરીને સારી રીતે ફીણી લો ને ખાત્રી કરો કે તેમાં ગઠ્ઠા ન રહી જાય.
  2. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં નાળિયેરના દૂધ અને ચણાના લોટનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  5. પછી તેમાં કાકડી, ટમેટા, મગફળી, મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. છેલ્લે તેમાં કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  7. તરત જ ગરમ પીરસો.

Reviews

નાળિયેર અને મગફળીનું સૂપ
 on 27 Oct 17 10:46 PM
5

What is coconut milk?
Tarla Dalal
28 Oct 17 08:07 AM
   Hi, Below is the link that will help you understand the ingredient https://www.tarladalal.com/glossary-coconut-milk-861i
નાળિયેર અને મગફળીનું સૂપ
 on 27 Oct 17 10:45 PM
5

નાળિયેર અને મગફળીનું સૂપ
 on 14 Aug 17 02:35 PM
5

good recipes