ક્રિસ્પી મસાલા ભીંડી | Crispy Masala Bhindi

પાતળા અને લાંબા કાપેલા ભીંડાને જ્યારે ચાટ મસાલા અને લાલ મરચાંના પાવડર સાથે મેળવીને કરકરા કરી રાંધવામાં આવે છે ત્યારે, કૉકટેલ પાર્ટીમાં પીરસવાની એક આદર્શ વાનગી, ક્રિસ્પી મસાલા ભીંડી બને છે. તેની ઓછી તીખાશ તમને જરૂરથી ગમશે કારણકે તમે ભીંડાનો અનેરો સ્વાદ માણી શકો છો.

Crispy Masala Bhindi recipe In Gujarati

This recipe has been viewed 4053 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

क्रिस्पी मसाला भिंडी - हिन्दी में पढ़ें - Crispy Masala Bhindi In Hindi 
Crispy Masala Bhindi - Read in English 


ક્રિસ્પી મસાલા ભીંડી - Crispy Masala Bhindi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ કપ ભીંડા , લાંબા કાપીને એકમાંથી ચાર કરેલા
૨ ટેબલસ્પૂન ચણાનો લોટ
૨ ટીસ્પૂન ચાટ મસાલો
૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન લીબુંનો રસ
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે

સજાવવા માટે
૧/૪ ટીસ્પૂન ચાટ મસાલો
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો અને ઉછાળીને સારી રીતે મિક્સ કરી લો.
  2. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, ઉપર પ્રમાણે મિક્સ કરલા ભીંડા, થોડા-થોડા કરીને, ચારેબાજુએથી કરકરા અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી, તળી લો.
  3. ત્યારબાદ તેને ટીશ્યુ પેપર પર મૂકી, સૂકા કરી લો.
  4. ઉપર ચાટ મસાલો ભભરાવીને ગરમ-ગરમ પીરસો.
  5. હાથવગી સલાહ: યાદ રાખો કે, ભીંડાને બધી સામગ્રી સાથે મિક્સ કરીને, તરત જ તળી લો. નહીંતર ભીંડામાંથી પાણી છુટશે અને કરકરા નહીં બને.

Reviews

ક્રિસ્પી મસાલા ભીંડી
 on 08 Jul 17 01:50 PM
5

Crispy Masala Bhindi recipe testy recipe
Edited after original posting.