ફરાળી ઈડલી સંભાર રેસીપી | વ્રત માટે સંભાર | નવરાત્રી, વ્રત ઈડલી ચટણી | ઉપવાસ ઇડલી સંભાર | Farali Idli Sambar

ફરાળી ઈડલી સંભાર રેસીપી | વ્રત માટે સંભાર | નવરાત્રી, વ્રત ઈડલી ચટણી | ઉપવાસ ઇડલી સંભાર | faraali idli sambhar in gujarati |

ફરાળી ઈડલી સંભાર એક એવી રેસીપી છે જે ને તમે ઉપવાસ દરમિયાન બનાવાનું ભૂલશો નહીં. જાણો નવરાત્રી, વ્રત ઇડલી ચટણી કેવી રીતે બનાવવી. પ્રખ્યાત દક્ષિણ ભારતીય નાસ્તા હવે ઉપવાસના દિવસોમાં પણ ચૂકશે નહીં. સ્વાદિષ્ટ ઉપવાસ ઇડલી સંભારનો આનંદ માણવા માટે સામાથી ઇડલી બનાવીને અને પૂરણમાં સાબૂદાણા અને મગફળીનો ઉપયોગમાં લેવામાં આવે છે. તદ્દન અનોખી રેસીપી તમે વિચારી ન શકો તેવી, પરંતુ એક વાર પ્રયાસ કરવા માટે યોગ્ય છે!

ફરાળી ઈડલી સંભાર રેસીપી | વ્રત માટે સંભાર | નવરાત્રી, વ્રત ઈડલી ચટણી | ઉપવાસ ઇડલી સંભાર - Farali Idli Sambar recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૮ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૬ઇડલી માટે
મને બતાવો ઇડલી

ઘટકો

ફરાળી ઇડલી માટે
૧ કપ સામો
૧/૨ કપ સાબુદાણા
૧ કપ તાજું દહીં
૪ ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ
સિંધવ મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરું
૧ કપ બાફેલા અને છોલેલા બટાટાના ટુકડા
૨ ટીસ્પૂન ખાંડ
૧ ટીસ્પૂન લીંબુનો રસ
૧/૨ કપ શેકીને પાવડર કરેલી મગફળી (વૈકલ્પિક)

ફરાળી ઇડલી સંભાર માટે
૫ ટીસ્પૂન ધાણા
બોરીયા મરચાં (રાઉન્ડ લાલ મરચાં)
૨ ટેબલસ્પૂન શેકેલી મગફળી
૧ ટેબલસ્પૂન ખમણેલું સૂકું નાળિયેર
૨૫ મીમી સ્ટીક તજ
૧ ૧/૨ કપ દૂધીના ચોરસ ટુકડા
૧ ૧/૨ કપ છાલ કાડીને સમારેલું સૂરણ
૧ કપ છોલીને સમારેલાલા બટાટા
સિંધવ મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરું
૧ ટીસ્પૂન લીંબુનો રસ

ફરાળી ઇડલી સંભાર સાથે પીરસવા માટે
મગફળી દહીંની ચટણી
કાર્યવાહી
ફરાળી ઇડલી બનાવવા માટે

  ફરાળી ઇડલી બનાવવા માટે
 1. સામા અને સાબુદાણાને સાફ કરીને ધોઈ લો.
 2. તેમાં દહીં, ૨ ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ, સિંધવ મીઠું નાંખો અને બરાબર મિક્સ કરી લો.
 3. ઓછામાં ઓછા ૬ થી ૮ કલાક સુધી પલાળવા એક બાજુ મૂકી દો.
 4. કોઈ પણ પાણી ઉમેર્યા વિના મિશ્રણને મિક્સરમાં પીસી લો. એક બાજુ રાખો.
 5. પૂરણ બનાવવા માટે, એક નોન-સ્ટીક કઢાંઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખો.
 6. જ્યારે જીરું તડતડવા આવે ત્યારે તેમાં વધેલી ૨ ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ ઉમેરીને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો.
 7. બટાટા, ખાંડ, લીંબુનો રસ અને સિંધવ મીઠું નાંખો, સારી રીતે મિક્સ કરી દો અને ધીમા તાપ પર ૫ મિનિટ માટે રાંધી લો.
 8. પૂરણને ઠંડુ કરો અને ૧૬ સમાન ભાગોમાં વહેંચો.
 9. તે પછી તેલ ચોપડેલા ઇડલીના મોલ્ડમાં ૧ ટેબલસ્પૂન જેટલું ખીરૂં નાંખો, તેના પર બટાટાના પૂરણનો એક ભાગ ફેલાવો.
 10. તેના ઉપર થોડો મગફળીનો પાવડર નાંખો અને તેના ઉપર ફરીથી ૧ ટેબલસ્પૂન જેટલું ખીરૂં નાંખો.
 11. એક ઇડલી સ્ટીમરમાં ૧૦ મિનિટ સુધી અથવા ઇડલી બરોબર રંધાઇ જાય ત્યાં સુધી બાફી લો.

ફરાળી સંભાર બનાવવા માટે

  ફરાળી સંભાર બનાવવા માટે
 1. ધાણા, ૨ બોરીયા મરચાં, મગફળી, સુકું નાળિયેર અને તજ નાખીને મિક્સરમાં બારીક પાવડર બનવા સુધી પીસી લો. એક બાજુ રાખો.
 2. એક વાસણભર્યું પાણી ઉકાળો, તેમાં ૧ કપ દૂધી, ૧ કપ સૂરણ અને બટાટા નાંખો અને ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા શાકભાજી સંપૂર્ણ રીતે પકાવા સુધી રાંધી લો.
 3. મિશ્રણને ગાળીને ઠંડુ કરો અને મિક્સરમાં મુલાય પ્યુરી બનાવી લો.
 4. મિશ્રણને એક ઊંડા નોન-સ્ટીક પેનમાં નાખો, ૪ કપ પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને ૭ થી ૮ મિનિટ સુધી વચ્ચે વચ્ચે હલાવીને ઉકાળો.
 5. બાકીની ૧/૨ કપ દૂધી, સૂરણ અને પીસેલો પાવડર અને સાથે સિંધવ મીઠું નાંખી, બરાબર મિક્સ કરી ૩ થી ૪ મિનિટ સુધી રાઘી લો.
 6. વધાર માટે, નાના નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખો.
 7. જ્યારે જીરું તડતડવા લાગે ત્યારે બાકીના ૨ બોરીયા મરચાં ઉમેરીને થોડીવાર માટે સાંતળી લો.
 8. ઉકળતા સંભાર ઉપર વધાર રેડી દો, સારી રીતે મિક્સ કરો અને હજી ૩ થી ૪ મિનિટ સુધી ઉકાળી લો.
 9. તેમાં લીંબુનો રસ નાખો અને બરાબર મિક્સ કરો.

ફરાળી ઇડલી સંભાર પીરસવા માટે

  ફરાળી ઇડલી સંભાર પીરસવા માટે
 1. સંભાર અને મગફળી દહીંની ચટણી સાથે ગરમ ઇડલી પીરસો.

Reviews